Rice For Diabetes Patient: ભાત ભારતીયોના ભોજનનું અભિન્ન અંગ છે. આપણે ત્યાં રોજ ભાતનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. બપોરના ભોજનમાં દાળ સાથે સ્ટીમ રાઈસ નો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ સિવાય પુલાવ, ખીચડી, બિરયાની વગેરેમાં પણ ચોખાનો ભરપૂર ઉપયોગ ભારતમાં થાય છે. જોકે ડાયાબિટીસના દર્દીઓ માટે ચોખા હાનિકારક અનાજ માનવામાં આવે છે. કારણ કે સફેદ ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે કાર્બોહાઈડ્રેટથી પણ ભરપૂર હોય છે. તેથી ચોખાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. આજ કારણ છે કે ડોક્ટરો ડાયાબિટીસમાં ચોખા ખાવાની ના પાડે છે.
આ પણ વાંચો:
ચોમાસામાં સ્વસ્થ રહેવા જીભ પર રાખો કાબૂ, ખાસ તો આ 3 વસ્તુઓ ખાશો તો પેટમાં ઉપડશે શૂળ
ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડશે કીડા અને વધશે હોસ્પિટલના ધક્કા
ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડશે કીડા અને વધશે હોસ્પિટલના ધક્કા
પરંતુ જેમ અગાઉ વાત કરી તેમ ભારતીયોના ભોજનમાં ચોખા મહત્વનું સ્થાન ધરાવે છે. તેવામાં જો તમને ભાત ખાવા પસંદ હોય અને તમને ડાયાબિટીસ હોય તો આજે તમને એક બેસ્ટ ઓપ્શન જણાવીએ. કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે અસમમાં ઉગતા જોહા ચોખા બ્લડ સુગર વધવા દેતા નથી. ડાયાબિટીસના દર્દીઓ આ ચોખા ખાય તો તેનું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. આ ખાસ ચોખાની ખેતી અસમના ગારો હિલ્સમાં થાય છે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે જોહા ચોખા ખાવાથી બ્લડ સુગર લેવલ અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ ચોખાની ખેતી અસમમાં શિયાળા દરમિયાન થાય છે. આ ચોખા માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ નહીં પરંતુ હૃદય રોગના દર્દીઓ માટે પણ સારા છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે જોહા ચોખામાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે કે ઓમેગા 6 અને ઓમેગા 3 હોય છે જે ઘણી બધી મેડિકલ કન્ડિશનમાં લાભ કરે છે.
જોહા ચોખા પણ બાસમતી ચોખા જેવા જ હોય છે. તેને પણ જીઆઈ ટેગ મળેલું છે. જોકે તેમાં સુગંધ બાસમતી ચોખા જેવી નથી હોતી પરંતુ તેનો સ્વાદ અને સુગંધ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે