Home> Health
Advertisement
Prev
Next

Rice Water: વ્હાઈટ ડિસ્ચાર્જમાં ચોખાનું પાણી પીવાથી ફાયદો થાય ? જાણો સફેદ પાણી પડવાના કારણો અને ઉપાય

Rice Water for White Discharge: વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા મહિલાઓમાં ખૂબ સામાન્ય છે. પરંતુ આ સમસ્યાને દર વખતે ઈગ્નોર કરવી નહીં. વ્હાઈટ ડિસ્ચાર્જને કંટ્રોલ કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું ખરેખર વ્હાઈટ ડિસ્ચાર્જમાં ચોખાનું પાણી ફાયદો કરે ? ચાલો જાણીએ અનેક મહિલાઓને સતાવતી આ સમસ્યાના કારણો અને ઉપાયો વિશે.
 

Rice Water: વ્હાઈટ ડિસ્ચાર્જમાં ચોખાનું પાણી પીવાથી ફાયદો થાય ? જાણો સફેદ પાણી પડવાના કારણો અને ઉપાય

Rice Water for White Discharge: વ્હાઈટ ડિસ્ચાર્જ મહિલામાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે. આયુર્વેદમાં તેને શ્વેત પ્રદર પણ કહેવાય છે. આ એવી સ્થિતિ છે જેમાં યોનિમાંથી સફેદ રંગનું પ્રવાહી નીકળે છે. વ્હાઈટ ડિસ્ચાર્જ ક્યારેક થાય તો તે સામાન્ય હોય શકે છે પરંતુ જો કોઈ મહિલાને નિયમિત અને વધારે પ્રમાણમાં વ્હાઈટ ડિસ્ચાર્જ થતું હોય અને તેમાંથી વાસ પણ આવતી હોય તો તે ચિંતાનું કારણ હોય શકે છે. જેમને વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા હોય તેમના મનમાં પ્રશ્ન હોય છે કે આ સમસ્યાને દુર કરવા શું કરવું ?

fallbacks

આ પણ વાંચો: મિનિટોમાં એસિડિટી દુર કરે એવા ઘરેલુ ઉપાયો, આ વસ્તુથી ગેસ પણ મટશે ફટાફટ

નિષ્ણાંતો અનુસાર શ્વેદ પ્રદર એટલે કે વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યામાં સાચો અને પ્રભાવી ઈલાજ જરૂરી છે. આ સમસ્યામાં તંદુલોદક એટલે કે ચોખાનું પાણી ઉપયોગી સાબિત થઈ શકે છે. ચોખાનું પાણી મહિલાઓની ઘણી સ્વાસ્થ્ય સમસ્યામાં ફાયદો કરે છે. તેનાથી શારીરિક દોષ સંતુલિત રહે છે. 

વ્હાઈટ ડિસ્ચાર્જમાં ચોખાનું પાણી પીવાથી થતા લાભ

આ પણ વાંચો: Yoga Asana: મહિલાઓ માટે વરદાન છે આ 5 યોગાસન, રોજ કરવાથી બીમારીથી મળશે છુટકારો

1. વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યામાં ચોખાનું પાણી પીવું ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં પણ સફેદ પાણીને રોકવા માટે ચોખાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ચોખાનું પાણી સારી રીતે અસર કરે છે.

2 વ્હાઈટ ડિસ્ચાર્જના કારણે થાક અને નબળાઈ લાગે છે. તેવામાં ચોખાનું પાણી પીવાથી શરીરને તુરંત એનર્જી મળે છે. ચોખામાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરનો થાક દુર કરે છે.

આ પણ વાંચો: હાડકાનું કેન્સર થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણો, 90 ટકા લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરે

3. ચોખાના પાણીમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરની ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. 

4. ચોખાનું પાણી શરીરને અંદરથી ઠંડક આપે છે. તેનાથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહે છે. જેના કારણે યોનીમાં બેક્ટેરિયા કે ફંગલ ઈંફેકશન ફેલાવાની સંભાવના ઓછી થઈ જાય છે. 

આ પણ વાંચો: લીવરમાં જામેલા ટોક્સિન દુર કરવામાં મદદ કરશે આ Drinks, સડતું લીવર પણ સ્વસ્થ થઈ જશે

5. ચોખાનું પાણી પાચનમાં સુધારો કરે છે. પાચન સારું હોય તો શરીરમાંથી ટોક્સિન પદાર્થો ઝડપછી બહાર કાઢવામાં મદદ મળે છે.

પીવા માટે ચોખાનું પાણી કેવી રીતે બનાવવું ?

આ પણ વાંચો: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર

વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા માટે ચોખાનું પાણી પીવું હોય તો 1 લીટર પાણીમાં અડધી વાટકી ચોખા ઉકાળો. ચોખા પાકી જાય પછી ગેસ બંધ કરી પાણીને ઠંડુ કરી લો. ઠંડુ થઈ જાય પછી પાણીને દિવસ દરમિયાન થોડી થોડી માત્રામાં પીતા રહેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More