Cold Water: એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ વાતાવરણમાં ફેરફાર શરુ થઈ ગયા છે. કેટલાક રાજ્યોમાં હીટવેવ પણ શરુ થઈ ચુકી છે. જેમ જેમ ગરમી વધે તેમ તેમ લોકો ઠંડા પાણીનો ઉપયોગ વધારે કરવા લાગે છે. ગરમીમાંથી આવીને લોકો સીધું ફ્રીજ ખોલી ઠંડુ પાણી ગટગટાવી જાય છે. પરંતુ આ ઠંડુ પાણી શરીર પર ખરાબ અસર કરે છે.
ઠંડુ પાણી પીવાથી ગરમીમાં મજા તો આવે છે પરંતુ આ આદત શરીર માટે સજા છે. આ આદતથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જો તમે આ અંગે જાણતા નથી તો તમને આજે જણાવીએ કે ઠંડુ પાણી પીવાથી શરીર પર કેવી અસર થાય છે.
આ પણ વાંચો: Cinnamon: પ્રી-ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે તજ, જાણો કેવી રીતે ખાવાથી થાય ફાયદો
શરીરનું તાપમાન વધારે હોય છે ત્યારે ઠંડુ પાણી પીવામાં આવે તો આ પાણી પેટમાં જઈ તાપમાનને બેલેન્સ કરે છે જેમાં વધારે ઊર્જા વપરાય છે. ઠંડુ પાણી મેટાબોલિઝમને પણ સ્લો કરે છે. તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
ઠંડુ પાણી પીવાથી થતી સમસ્યાઓ
આ પણ વાંચો: Skin Infection: ધાધર, ખરજવું જેવા ત્વચાના રોગથી પરેશાન લોકોએ ન ખાવી આ 5 વસ્તુઓ
ભોજન પચવામાં સમય લાગે છે
જ્યારે તમે જમો છો તો તમારા પેટમાં એસિડ બને છે જે ભોજનનું પાચન કરે છે. ઠંડું પાણી પીવાથી પેટનું તાપમાન ઓછું થઈ જાય છે. જેના કારણે એસિડનું ઉત્પાદન ઓછું થાય છે અને ભોજન પચવામાં વધારે સમય લાગે છે.
હાર્ટ પર દબાણ આવે છે
જ્યારે ઠંડુ પાણી શરીરમાં જાય છે તો તેને ગરમ કરવા માટે શરીરને વધારે ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે. તેનાથી હાર્ટ પર દબાણ પડે છે. તેનાથી હાર્ટ સંબંધિત સમસ્યા થાય છે.
આ પણ વાંચો: આ લોકો માટે ઝેર સમાન છે દૂધ-કેળા, શરીર માટે ખૂબ જ ખરાબ છે આ ફૂડ કોમ્બિનેશન
શરીરને જરૂરી પાણી નથી મળતું
જ્યારે શરીરને પાણીની જરૂર પડે છે ત્યારે તરસ લાગે છે. જો તમે ઠંડુ પાણી પીવો છો તો તરસ લાગતી નથી અને શરીરને જરૂરી પાણી મળતું નથી. તેના કારણે ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે.
માથાનો દુખાવો
ઘણા લોકોને ઠંડા પાણીથી માથાનો દુખાવો થઈ શકે છે. કારણ કે ઠંડા પાણી બ્લડ વેસેલ્સને સંકોચે છે જેના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.
આ પણ વાંચો: Diabetes હોય તો દહીં સાથે આ 5 વસ્તુ ખાવાનું કરો શરુ, દવા વિના કંટ્રોલમાં રહેશે શુગર
ગળામાં ખરાશ
જો કોઈ વ્યક્તિ અચાનક ઠંડુ પાણી પીવાની શરુઆત કરે તો તેને ગળામાં તકલીફ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. તેનાથી શરદી-ઉધરસ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે