Home> Health
Advertisement
Prev
Next

Cashew Side Effects: રોજ ખાવ છો એક મુઠ્ઠી ભરીને કાજુ ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ

Cashew Side Effects:કાજુથી થતા ફાયદા મેળવવા હોય તો એ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા કાજુ ખાઈ શકાય. કારણ કે હદ કરતાં વધુ કાજુ ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. જો તમે રોજ એક મુઠ્ઠીથી વધારે કાજુ ખાવ છો તો આ સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપો છો. 

Cashew Side Effects: રોજ ખાવ છો એક મુઠ્ઠી ભરીને કાજુ ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ

Cashew Side Effects: કાજુ પ્રોટીનથી ભરપૂર ડ્રાયફ્રુટ છે. જેમાં વિટામિન, ખનીજ, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. કાજુ સ્વાદમાં એટલા ટેસ્ટી હોય છે કે મોટાભાગના લોકો તેને નાસ્તાની જેમ દિવસ દરમિયાન ખાતા હોય છે. પરંતુ આયુર્વેદમાં જેમ કહેવાયું છે કે દરેક વસ્તુની અતિ નુકસાન કરે છે. તે રીતે હેલ્ધી અને ટેસ્ટી કાજુ પણ વધારે માત્રામાં ખાવામાં આવે તો નુકસાન કરે છે. 

fallbacks

આ પણ વાંચો: તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં

કાજુથી થતા ફાયદા મેળવવા હોય તો એ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા કાજુ ખાઈ શકાય. કારણ કે હદ કરતાં વધુ કાજુ ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. જો તમે રોજ એક મુઠ્ઠીથી વધારે કાજુ ખાવ છો તો આ સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપો છો. 

વધારે પડતા કાજુ ખાવાથી થતા નુકસાન 

આ પણ વાંચો: શું તમે 5 મિનિટ પણ ફોન ચેક કર્યા વિના નથી રહી શકતા? તો તમે છો આ ગંભીર બીમારીનો શિકાર

- વધારે માત્રામાં કાજુ ખાવાથી તમને કાજુની એલર્જી થઈ શકે છે. તેના કારણે ત્વચા પર લાલ નિશાન કે ખંજવાળ આવવાની શરૂઆત થઈ જશે. 

- ખૂબ ઓછા લોકો જાણે છે પણ કાજુની એલર્જીના કારણે શરદી પણ થઈ જાય છે અને હોઠ પણ સોજી જાય છે. 

- વધારે માત્રામાં કાજુ ખાવાથી કબજિયાતની તકલીફ થઈ શકે છે. કેટલાક લોકોને કાજુ ખાવાથી ગેસ પણ થતો હોય છે. 

આ પણ વાંચો: Morning Anxiety:સવારે જાગો ત્યારે અનુભવો છો ઉદાસી ? જાણો તેના કારણો અને રાહતના ઉપાય

- વધારે માત્રામાં કાજુ ખાવાથી વજન ઝડપથી વધી જાય છે તેથી જે લોકોનું વજન વધારે હોય તેમણે મર્યાદિત માત્રામાં જ કાજુ ખાવા. 

- જો તમે સોલટેડ કાજુ ખાવાનું પસંદ કરતા હોય તો તેની માત્રાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે કારણ કે તેમાં મીઠું અને તેલ બંને હોય છે જે શરીરને નુકસાન કરી શકે છે. 

કાજુ ખાવાથી થતા ફાયદા 

આ પણ વાંચો: ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર

કાજુ પોષક તત્વોથી ભરપૂર છે તે આંખને ફાયદો કરે છે. કાજુ ખાવાથી હાર્ટની હેલ્થ પણ સારી રહે છે અને કેન્સર જેવી બીમારીથી પણ બચાવ થાય છે. કાજુ દાંત અને પેઢા માટે પણ ફાયદાકારક છે તેને ખાવાથી મગજ પર પણ સકારાત્મક અસર થાય છે પરંતુ કાજુને મર્યાદિત માત્રામાં ખાવાથી જ આ બધા ફાયદા થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More