Home> Health
Advertisement
Prev
Next

મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો

Black Pepper: જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો હતો, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત થઈ હતી. ભારતમાં લોકોએ આના માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો અપનાવ્યા, જેમાં કાળા મરીના સેવનનું ચલણ વધ્યું, લોકોને તેનો ઉકાળો બનાવીને ફાયદો પણ થયો, પરંતુ જો તમે કાળા મરીનો વધુ ઉપયોગ કરશો તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.
 

મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો

Black Pepper Side Effects: જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો હતો, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત થઈ હતી. ભારતમાં લોકોએ આના માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો અપનાવ્યા, જેમાં કાળા મરીના સેવનનું ચલણ વધ્યું, લોકોને તેનો ઉકાળો બનાવીને ફાયદો પણ થયો, પરંતુ જો તમે કાળા મરીનો વધુ ઉપયોગ કરશો તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

fallbacks

Kitchen Hacks: શું તમારા પ્રેશર કૂકરની સીટી ખરાબ થઇ ગઇ છે? ડોન્ટ વરી આ રહ્યો ઉપાય
ડોક્ટરની દવા કરતા પણ ઉપયોગી છે આ ઠળિયા, પથરી હોય કે ડાયાબિટીસ બધુ થઇ જશે ગાયબ 

વધુ કાળા મરી ખાવાથી થશે આ 5 નુકસાન-
કોરોના આ યુગમાં, ભારતના લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાળા મરીનું વધુ સેવન કરી રહ્યા છે. તે ઉધરસ, શરદી અને ગળાના દુખાવાથી મુક્તિ આપે છે. તેમાં એન્ટી-માઈક્રોબિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વો હોય છે, જે લિવર, કિડની અને આંતરડાને સુરક્ષિત રાખે છે. ચાલો જાણીએ કે કાળા મરીને વધુ પ્રમાણમાં ખાવાના શું નુકસાન થાય છે.

Cleaning Tips: પાણીની બોટલમાં જામી ગઇ છે ગંદકી? આ Kitchen Hacks ની મદદ કરો સફાઇ
તમે કેટલા દિવસે સાફ કરો છો પાણીની બોટલ? સુધરી જજો...નહીંતર દવાખાનું ઘર કરી જશે

1) સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓ-
જો કોઈ વ્યક્તિ સુંદર દેખાવા માગે છે, તો તેની ત્વચામાં ભેજ (Moisturized) હોવો જરૂરી છે. આવી સ્થિતિમાં, કાળા મરી જેવી ગરમ વસ્તુઓ ખાવાથી ત્વચામાં બળતરા અને ચામડીના રોગો થઈ શકે છે. ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ શકે છે.

સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો
Broom Astro Tips:જૂની સાવરણીને ફેંકતી વખતે ધ્યાનમાં રાખો આ ટોટકા, નહીંતર થઇ જશો ગરીબ

2) પેટમાં ગરમી વધશે-
કાળી મરી વધારે ખાવાથી પેટમાં બળતરા અને ગરમી વધે છે. જેનાથી કબજિયાત થાય છે. કાળી મરી ગરમ હોય છે, આવી સ્થિતિમાં જે લોકો પિત્ત સંબંધિત રોગથી પરેશાન હોય તેમણે વધુ માત્રામાં કાળા મરી ન ખાવા જોઈએ.

3) ગર્ભાવસ્થામાં નુકશાન-
સગર્ભા સ્ત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ મર્યાદિત માત્રામાં કાળા મરી ખાય. કારણ કે તે ગરમ હોય છે, તે ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર કરી શકે છે. શિયાળાની ઋતુમાં આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

VI લાવ્યું સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, ફાયદા જાણીને Airtel યૂઝર્સને થશે ઇર્ષા
બકરી ઈદે મર્યા પછી પણ બકરાએ બલિ ચઢાવનાર સામે લીધો બદલો, મોતને ઘાટ ઉતાર્યા

4) શ્વાસ લેવામાં તકલીફ-
વધુ કાળા મરી ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થાય છે. જેનાથી Respiratory Problems વધી શકે છે. આ ઓક્સિજનના પ્રવાહને અસર કરે છે.

ન્હાવાના અડધો કલાક પહેલાં વાળમાં લગાવો આ 3 વસ્તુઓ, મોંઘા કંડીશનર પણ થઇ જશે ફેલ
Health Tips: સ્વાસ્થ્ય માટે કયા ચોખા ફાયદાકારક: સફેદ, લાલ, કાળા કે બ્રાઉન, અહીં જાણો

5) પેટની સમસ્યા-
વધુ કાળા મરી ખાવાથી પેટના દર્દીઓની સમસ્યાઓ વધી શકે છે. જો તમને અલ્સર હોય તો તેમને કાળા મરી ખાવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ લીધા વગર કાળા મરીનું સેવન ન કરવું જોઈએ.

લાઇટ કલરના કપડાં પર લાગ્યા છે પીળા દાગ, આ 4 ઉપાયોથી દૂર થશે જીદ્દી દાગ
આખો દહાડો AC ચાલુ રાખશો તો પણ અડધુ આવશે લાઇટ બિલ! કોઇ જાદૂ નથી ટિપ્સ છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More