Home> Health
Advertisement
Prev
Next

Heartburn: આ પોઝીશનમાં સુવાથી થાય છે એસિડ રિફ્લકસની તકલીફ, પડખું બદલવાથી સમસ્યા થશે દુર

Heartburn: છાતીમાં બળતરા થવા પાછળ ઘણી વખત આપણી ખાવા-પીવાની આદતો અને જીવનશૈલી જવાબદાર હોય છે. છાતીમાં બળતરા કે હાર્ટબર્ન અથવા તો એસિડ રિફ્લક્સ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ તે તકલીફ ખુબ કરાવે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેના કારણે ગંભીર તકલીફો થઈ શકે છે.

Heartburn: આ પોઝીશનમાં સુવાથી થાય છે એસિડ રિફ્લકસની તકલીફ, પડખું બદલવાથી સમસ્યા થશે દુર

Heartburn: છાતીમાં બળતરા થવા પાછળ ઘણી વખત આપણી ખાવા-પીવાની આદતો અને જીવનશૈલી જવાબદાર હોય છે. છાતીમાં બળતરા કે હાર્ટબર્ન અથવા તો એસિડ રિફ્લક્સ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ તે તકલીફ ખુબ કરાવે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેના કારણે ગંભીર તકલીફો થઈ શકે છે. આમ તો મોટાભાગે ખાવાપીવાના કારણે આ સમસ્યા થાય છે પરંતુ શું તમે જાણો છો કે સુવાની ખોટી આદતોના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે?

fallbacks

એસિડ રિફ્લક્સ શું છે?

ફળને કાપી તેના પર મરી-મસાલા ભભરાવીને ખાવાથી જીભને ચટાકો લાગશે પણ થશે આ નુકસાન

વરસાદમાં પલળી ગયા પછી થતી શરદી-ઉધરસની સમસ્યા માટે રામબાણ છે આ દેશી ઈલાજ

ડેન્ગ્યુ-મલેરિયા સહિતની બીમારીઓ તમારાથી રહેશે દુર, એવી જોરદાર છે આ 5 દેશી દવાઓ
 
એસિડ રીફ્લક્સ અથવા હાર્ટબર્ન એ પાચન સંબંધિત સમસ્યા છે જેમાં ખાધેલા ખોરાકને પચાવવા માટે જે એસિડ પેટમાં બને છે તે ફૂડ પાઇપ એટલે કે અન્નનળી દ્વારા આપણા ગળામાં આવે છે. જે અસ્વસ્થતાનું કારણ બને છે.

આપણા પેટમાં ખોરાકને પચાવવા માટે એસિડ નીકળે છે. જેને પાચન રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ખોરાક પેટ તરફ જવા લાગે છે ત્યારે એસોફેજલ સ્ફિન્ક્ટર નામનો વાલ્વ ખુલે છે અને ખોરાક પેટમાં પહોંચે છે. જ્યારે એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે ફૂડ પાઈપ દ્વારા ગળા તરફ પાછું આવવા લાગે છે જે છાતીમાં બળતરાની સમસ્યા ઊભી કરે છે. 
 
ગળામાં બળતરાની સમસ્યા તમારી સુવાની પોઝીશન સાથે પણ સંબંધ ધરાવે છે. જો તમે સીધા કે ઊંધા સુવો છો તો એસિડ રિફ્લક્સ થવાની શક્યતા વધી જાય છે. જો તમે ડાબી તરફ પડખું ફરીને સુવો છો તો આ સમસ્યા ઓછી થાય છે. 

(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાંતની સલાહ જરુર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More