Home> Health
Advertisement
Prev
Next

Diabetes: ડાયાબિટીસ, માઈગ્રેન સહિતની બીમારીમાં રામબાણ સાબિત થાય છે આ આયુર્વેદિક પાવડર, આ રીતે કરો ઉપયોગ

Home Remedy for Diabetes: આજે તમને એક એવા આયુર્વેદિક પાવડર વિશે જણાવીએ જે ડાયાબિટીસ સહિતની બીમારીઓમાં રામબાણ ઔષધી સાબિત થાય છે. આ પાવડરનો ઉપયોગ કરવાથી માઈગ્રેન સહિતની બીમારીમાં રાહત મળી શકે છે.

Diabetes: ડાયાબિટીસ, માઈગ્રેન સહિતની બીમારીમાં રામબાણ સાબિત થાય છે આ આયુર્વેદિક પાવડર, આ રીતે કરો ઉપયોગ

Home Remedy for Diabetes: ડાયાબિટીસના રોગીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય તો તેને મટાડી શકાતું નથી. ત્યાર પછી ડાયાબિટીસમાં વ્યક્તિને જીવનભર જીવવું પડે છે અને બ્લડ સુગર કંટ્રોલ કરવા માટેની દવાઓ લેવી પડે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે દવાની સાથે આયુર્વેદિક વસ્તુની મદદ પણ લઈ શકાય છે. 

fallbacks

આ પણ વાંચો: સવારે જાગીને કેટલીવાર પછી ચા પીવી? ચા પીતા પહેલા આ વસ્તુ ખાઈ લેશો તો નહીં થાય નુકસાન

આયુર્વેદમાં કેટલીક હેલ્ધી વસ્તુ વિશે જણાવેલું છે જે ડાયાબિટીસની બીમારીમાં રામબાણ ઔષધી જેવું કામ કરે છે. આજે તમને આવી જ એક ઔષધી વિશે જણાવીએ. બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક દવાઓમાં સૂંઠ ઉપયોગી સાબિત થાય છે. આદુને સુકાવીને સૂંઠનો પાવડર તૈયાર કરવામાં આવે છે. સૂંઠ પાવડરનો ઉપયોગ શરદી અને ઉધરસમાં કરવામાં આવે છે. આ સૂંઠ પાવડર બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં રાખી શકે છે. આજે તમને સૂંઠ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી કેવા કેવા ફાયદા થાય છે તે જણાવીએ. 

આ પણ વાંચો: Diabetes: આ 5 માંથી કોઈ 1 ડ્રિંક સવારે પી લો, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

બ્લડ સુગરને કંટ્રોલ કરશે સૂંઠ

સૂંઠમાં થર્મોજેનિક ગુણ હોય છે જે મેટાબોલીઝમને બુસ્ટ કરે છે. બ્લડ સુગર માટે સૂંઠ પાવડર વધારે ફાયદાકારક છે. કારણકે તેને પચાવવું સરળ છે. સાથે જ તેમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ જેવા પોષકતત્વો હોય છે. આ હેલ્ધી પાવડર ઇન્સ્યુલિનને કુદરતી રીતે વધારવામાં મદદ કરે છે. સૂંઠના આ ગુણના કારણે તેને એન્ટી ડાયાબિટીક મસાલો પણ કહેવાય છે. 

આ પણ વાંચો: અંધારા રુમમાં બેસીને કરો ત્રાટક ક્રિયા, ઘટી શકે છે આંખના નંબર, વધશે એકાગ્રતા

સૂંઠથી આ બીમારીઓમાં પણ થશે લાભ 

સૂંઠનો પાવડર ફક્ત ડાયાબિટીસમાં જ નહીં પરંતુ વજન ઘટાડવામાં, મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં, માઇગ્રેનના દુખાવાથી રાહત આપવામાં, માસિક સંબંધિત દુખાવાથી રાહત આપવામાં અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો: Sugar vs Jaggery: ખાંડ કે ગોળ? ડાયાબિટીસમાં ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો શું ખાવું ?

કેવી રીતે કરવો સૂંઠ પાવડરનો ઉપયોગ ?

સૂંઠના પાવડરનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. સૌથી સારું રહે છે કે તમે સૂંઠને દૂધમાં ઉમેરીને પીવાનું રાખો. જો માસિક સંબંધિત સમસ્યામાં સૂંઠ પાવડર લેવો હોય તો ગરમ પાણી સાથે લેવો. આ સિવાય સૂંઠને મધ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. પરંતુ ડાયાબિટીસ હોય તો સૂંઠ પાવડરને પાણી સાથે અથવા તો દૂધ સાથે લેવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More