Home> Health
Advertisement
Prev
Next

Sore Throat: શરદી-ઉધરસના કારણે થતો હોય ગળામાં દુખાવો તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, તુરંત મળશે રાહત

Sore Throat: સીઝનના કારણે શરદી-ઉધરસની સાથે ગળામાં દુખાવાની ફરિયાદ પણ ખુબ જ વધી જાય છે. ગળામાં દુખાવાના કારણે પાણી પીવામાં પણ તીવ્ર પીડા થાય છે. આ સમસ્યાને દુર કરવા માટે તમે દવા લેવાને બદલે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરી શકો છો. તેને કરવાથી ગળાના દુખાવાની તકલીફ તુરંત દુર થાય છે.
 

Sore Throat: શરદી-ઉધરસના કારણે થતો હોય ગળામાં દુખાવો તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, તુરંત મળશે રાહત

Sore Throat: હાલના સમયમાં ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક તડકો. સતત બદલતા વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને આ બદલાતી ઋતુમાં લોકોને ગળામાં દુખાવાની સમસ્યા સૌથી વધુ થઈ જાય છે. ચોમાસામાં આમ પણ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે આપણને વાયરલ ઈન્ફેક્શન ઝડપથી થઈ જાય છે. આ સિવાય પાણી, ઠંડી અને ભેજવાળા વાતાવરણના કારણે વરસાદની ઋતુમાં ગળામાં દુખાવો થવાની સંભાવના વધી જાય છે.

fallbacks

આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરીને ગળાના દુખાવાથી રાહત મેળવી શકો છો. આજે તમને આવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીએ જેની મદદથી તમે ગળાના દુખાવાથી તુરંત જ રાહત મેળવી શકો છો.  

ગળાના દુખાવા માટેના આયુર્વેદિક ઉપાયો

આ પણ વાંચો:

Health Tips: આ છે એનીમિયાના લક્ષણ, જાણો હિમોગ્લોબીન ઝડપથી વધારતા ઘરેલૂ ઉપાયો વિશે

Raisins: રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાની પાડો ટેવ, વર્ષો જૂની કબજિયાત થશે દુર

Health Tips: આ લીલા પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની આ સમસ્યાઓ દવા વિના થશે દુર

કોગળા કરવા
હુંફાળા પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરો. તેનાથી ગળામાં સોજો અને દુખાવો દુર કરવામાં મદદ મળે છે. નવશેકા પાણીથી દિવસમાં 2 વખત કોગળા કરો. 

ત્રિફળા પાવડર
ત્રિફળા ચૂર્ણ ગળાના સોજા અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. તમે તેને રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે લઈ શકો છો.
 
મધ અને આદુ
મધમાં આદુનો રસ મિક્સ કરીને તમે પી શકો છો. આદુ ગળાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

બદામનું તેલ
બદામનું તેલ ગરમ કરી તેને હળવા હાથે ગળા પર લગાવી માલિશ કરવાથી પણ ગળાનો દુખાવો ઓછો થાય છે. 

આ પણ વાંચો:

Kidney Stone ની તકલીફમાં દર્દીએ ન ખાવી આ 5 વસ્તુઓ, ખાશો તો દોડવું પડશે હોસ્પિટલ

નિયમિત રહેતો હોય માથાનો દુખાવો તો રાત્રે 10 મિનિટ કરી લો આ કામ, દવા વિના મળશે રાહત

તુલસી ચા
તુલસીના પાનમાંથી બનેલી ચા ગળાના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

હળદર દૂધ
હળદરનું દૂધ ગળાની બળતરા અને દુખાવાને શાંત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More