High Protein Food: આજની દોડધામ ભરેલી જીવન શૈલીમાં લોકો સ્વસ્થ ભોજનના મહત્વને ધ્યાને લેતા નથી. અને વધારે પ્રમાણમાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન કરે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવી વસ્તુઓમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે. અને પ્રોટીન આપણા શરીર માટે આવશ્યક હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે પ્રોટીન સૌથી વધારે ઈંડા અને મીટમાંથી મળે છે. પરંતુ ઈંડા અને મીટ કરતાં પણ વધારે પ્રોટીન એક દાળમાં હોય છે. શાકાહારીઓ માટે આ વસ્તુ પ્રોટીનનો બેસ્ટ સોર્સ સાબિત થાય છે. જે દાળની વાત થઈ રહી છે તે દાળ છે સોયાબીન.
આ પણ વાંચો: પાચનતંત્રને દુરસ્ત રાખવું હોય તો ખાવી આ 4 વસ્તુઓ, એસિડિટી અને અપચાથી છુટકારો મળશે
સોયાબીન પ્રોટીનનો ભંડાર છે. તેમાં અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. સોયાબીનમાં ફાઇબર, આઇરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામીન બી ભરપૂર માત્રામાં હોય છે. આજે તમને સોયાબીન ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
સોયાબીનથી મળતા પોષક તત્વ અને ફાયદા
આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલને દુર કરવા બાબા રામદેવે જણાવ્યો ઘરેલુ ઉપાય, રોજ પીવો આ શાકનું જ્યૂસ
- સોયાબીનમાં ઈંડા અને માંસ કરતા પણ વધારે પ્રોટીન હોય છે. શાકાહારી લોકો માટે પ્રોટીનનો આ બેસ્ટ સોર્સ છે.
- સોયાબીન ફાઇબરથી પણ ભરપૂર હોય છે તે બ્લડ સુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
- સોયાબીન માં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હાર્ટ માટે સારું છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ મળે છે અને હૃદયની બીમારીનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો: Blood Donation: બ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો શું કહે છે WHO ના રક્તદાન કરવાના નિયમો
- સોયાબીન ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સોયાબીન પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાતને મટાડે છે.
- સોયાબીનમાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે