Home> Health
Advertisement
Prev
Next

Health Tips: વધારે પડતું ખાધા બાદ પેટમાં ચઢે ગેસ તો આમાંથી કોઈ એક ઉપાય અજમાવો, તુરંત મળશે આરામ

Health Tips: જો કોઈ તળેલું કે ચટપટું ખાવા આપે તો લોકો બે પેટ કરીને પણ ખાય લે છે. તેમાં પણ જો લગ્ન અને પાર્ટીઓમાં જવાનું થાય તો લોકો પોતાના પેટમાં દરેક પ્રકારની વાનગી ભરી લે છે. આ રીતે જ્યારે ઓવરઈટીંગ થઈ જાય છે ત્યારે બીજા દિવસે તકલીફ પડી જાય છે.

Health Tips: વધારે પડતું ખાધા બાદ પેટમાં ચઢે ગેસ તો આમાંથી કોઈ એક ઉપાય અજમાવો, તુરંત મળશે આરામ

Health Tips: ભારતીયો ખાવાપીવાના શોખીન હોય છે. સામાન્ય દિવસોમાં પણ જો કોઈ તળેલું કે ચટપટું ખાવા આપે તો લોકો બે પેટ કરીને પણ ખાય લે છે. તેમાં પણ જો લગ્ન અને પાર્ટીઓમાં જવાનું થાય તો લોકો પોતાના પેટમાં દરેક પ્રકારની વાનગી ભરી લે છે. આ રીતે જ્યારે ઓવરઈટીંગ થઈ જાય છે ત્યારે બીજા દિવસે તકલીફ પડી જાય છે. વધારે પડતું ખાઈ લેવાથી કબજિયાત, પેટમાં ગેસ થઈ જાય છે. જેના કારણે દૈનિક કામ કરવા પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાંથી બચવા માટે અને વધારે ખાઈ લેવાથી થયેલી સમસ્યાઓને દુર કરવા માટે આજે તમને કેટલાક ઉપાયો જણાવીએ. આ ઉપાયો કરવાથી પેટની તકલીફોથી તુરંત રાહત મળે છે.

fallbacks

આ પણ વાંચો:

સવારે બ્રશ કર્યા વિના પી લેવું આ દાણા પલાળેલું હુંફાળુ પાણી, ઓગળી જશે શરીરની ચરબી

Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી

અતિ ભારે વરસાદ બાદ તોળાતું રોગચાળાનું જોખમ, બીમાર ન પડવું હોય તો અપનાવો આ 5 ટીપ્સ

નારિયેળ પાણી પીવું
પેટમાં ગેસની સમસ્યા હોય તો તમારે નારિયેળ પાણી પીવું જોઈએ. જો તમે દિવસમાં 2-3 વખત નાળિયેર પાણી પીશો તો શરીર હાઇડ્રેટ રહેશે અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

કાકડી ખાઓ
કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તે પણ આપણા પેટ માટે સારો ખોરાક છે તે પેટને ઠંડુ રાખે છે. તે પેટમાં ગેસ બનવા દેતી નથી.  

લીંબુ પાણી
જો તમને ગેસથી જલ્દી રાહત મેળવવી હોય તો તેના માટે લીંબુ શરબત પીવું, આમ કરવાથી પેટના દુખાવાથી રાહત મળશે અને પાચનતંત્ર પણ સારું રહેશે.  

કેળુ
જ્યારે પણ પેટમાં સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે કેળા ખાવા. કેળામાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં રહેલા ફાઈબર એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More