Health News in Gujarati: આજની બદલાતી જીવનશૈલીમાં લોકોનું ખાનપાન ખુબ અનિયમિત થઈ ગયું છે. વ્યસ્ત જીવનશૈલીમાં લોકો ઘરનું બનાવેલું ખાવાની જગ્યાએ બહારની વસ્તુઓ ખાતા હોય છે. આ કારણે ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. અસ્વસ્થ જીનશૈલી, ખાનપાનની ખોટી આદત અને શારીરિક એક્ટિવિટીની કમીને કારણે આ બીમારી ઝડપથી વધી રહી છે. જો તમે પણ આ બીમારીથી બચવા ઈચ્છો છો કે પછી તેનો શિકાર થઈ ગયા છો તો સમય રહેતાં કેટલીક આદતોને અપનાવી તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.
શું હોય છે ફેટી લિવર
ફેટી લીવર રોગને સ્ટીટોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જેમાં લિવરમાં વધારાની ચરબી જમા થાય છે. વધુ પડતી કેલરી લેવાથી લિવરમાં ચરબી જમા થાય છે. જ્યારે લિવર સામાન્ય રીતે ચરબીની પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તેના પર ઘણી બધી ચરબી એકઠી થાય છે. સ્થૂળતા, ડાયાબિટીસ અથવા ઉચ્ચ ટ્રાઇગ્લિસરાઇડ્સ જેવી કેટલીક અન્ય સ્થિતિઓથી પીડિત લોકો ફેટી લિવરનું જોખમ ધરાવે છે.
આ પણ વાંચો- યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
ફેટી લિવરના પ્રકાર
ફેટી લિવર ડિસીઝના બે મુખ્ય પ્રકાર છે, જેમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) અને આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનો સમાવેશ થાય છે.
1. આલ્કોહોલિક ફેટી લિવર
આલ્કોહોલિક ફેટી લિવર રોગ વધુ પડતા દારૂ પીવાથી થાય છે. તમારું યકૃત તમે પીતા મોટાભાગના આલ્કોહોલના અણુઓને તોડી નાખે છે, પરંતુ તે પ્રક્રિયામાં તેને નુકસાન પણ થાય છે. તમે જેટલો વધુ આલ્કોહોલ પીશો તેટલું તમારું લિવર ડેમેજ થશે. આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એ અન્ય આલ્કોહોલ-સંબંધિત લિવર રોગોનો પ્રારંભિક તબક્કો છે. કેટલાક દર્દીઓમાં તે આલ્કોહોલિક હેપેટાઇટિસ અને લિવર સિરોસિસનું કારણ બની શકે છે જે એકદમ ખતરનાક રોગ છે.
2. નોન-આલ્કોહોલિક ફેટી લીવર
નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ આલ્કોહોલ સાથે જોડાયેલ નથી. કોઈ વ્યક્તિને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ હોય છે જ્યારે તેના લિવરના વજનના 5% કે તેથી વધુ વજન માત્ર ચરબી બની જાય છે. જો કે ડોકટરો નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગનું ચોક્કસ કારણ જાણતા નથી, તેઓ કહે છે કે તે મેદસ્વી અને ડાયાબિટીસના દર્દીઓમાં સૌથી સામાન્ય છે.
આ પણ વાંચોઃ નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
આ ફૂડ્સ વધારે છે ફેટી લિવરનું જોખમ
જો તમે આ બીમારીથી બચવા ઈચ્છો છો તો તમારે ફેટ, ખાંડ, નમક અને રિફાઉન્ડ કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ, જે ફેટી લિવર રોગના જોખમને વધારે છે.
1.પ્રોસેસ્ડ ફૂડ- પેકેજ્ડ સ્નેક્સ, બિસ્કિટ, બર્ગર, ચિપ્સ, તળેલા ખોરાક અને ફ્રોઝન ફૂડ ટાળવા જોઈએ.
2. રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ- સફેદ બ્રેડ, સફેદ ભાત અને સફેદ પાસ્તા જેવી વસ્તુઓ ફેટી લીવરનું જોખમ વધારે છે.
3. સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ- માખણ, ક્રીમ, રિફાઈન્ડ ઓઈલ સંતૃપ્ત ચરબીથી ભરપૂર હોય છે, આથી તેનું ઓછું સેવન કરવું જોઈએ.
4. સ્વીટ ડ્રિંક્સ- કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સમાં સુગર ભરપૂર માત્રામાં હોય છે. આ ફેટી લિવર અને બોડીમાં શુગર લેવલ વધારે છે.
5. રેડ મીટ- રેડ મીટનું રોજનું સેવન તમને સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને ફેટી લીવર જેવી બીમારીઓ પણ આપી શકે છે.
આ પણ વાંચો- 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે