Vitamin B12 Deficiency: શરીરને સ્વાસ્થ રાખવા અને અમુક વિટામિન માટે ઓપ્શન ઓછા મળે છે અને વેજીટેરિયન લોકો ઓપ્શન ગોતે છે. કારણ કે પ્રોટિનની કમી અને એમા પણ વિટામિન B12 માટે તો નોનવેજને બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. પણ તેનો એ મતબલ નથી કે વેજિટેરિયન લોકો પોતાના શરીરમાં વિટામિનની કમી પુરી કરી શકતા નથી. કુદરતે આપણને ઘણી એવી વસ્તુઓ આપી છે, તે આપણા શરીરને પોષણ આપે છે. જો તમે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માગે છે તો વિટામિન B12નો દૂર કરવા માગો છો, તો આ ઝાડાની પાદડાનું સેવન કરી શકો છો.
વિટામિન B12 ની ઉણપના લક્ષણો
મોરિંગા પાવડરમાં વિટામિન B12 સારી માત્રામાં હોય છે. જેઓ આ નોન-વેજનું સેવન કરતા નથી તેમના માટે તે ઉપયોગી સ્ત્રોત બની શકે છે. કારણ કે મોરિંગામાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન K, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, ફ્લેવોનોઈડ્સ, પોલીફેનોલ્સ અને ગ્લુકોસિનોલેટ્સ જેવા એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા ગુણધર્મો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
મોરિંગાનું સેવન કેવી રીતે કરવું
વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમે મોરિંગાને ઘણી રીતે આહારમાં સામેલ કરી શકો છો. મોરિંગા પાવડરને પાણી અથવા દૂધમાં ભેળવીને રોજ એક ચમચીનું સેવન કરી શકો છો. મોરિંગાના પાનનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે.
Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે