Home> Health
Advertisement
Prev
Next

પથારીમાં પણ હાથ-પગ બરફની જેમ ઠંડા પડે છે તો અપનાવો આ ટ્રિક, જરાપણ ઠંડી નહિ લાગે

How To Be Warm In Chilling Months : હાલ આખા ભારતમાં કડકડતી ઠંડીનુ મોજુ ફરી વળ્યું છે, જ્યારે વધુ ઠંડી પડે છે ત્યારે અનેક લોકો પરેશાન થઈ જાય છે, કડકડતી ઠંડીમાં સૌથી મોટી સમસ્યા રાતે ઊંઘવાના સમયે આવે છે 
 

પથારીમાં પણ હાથ-પગ બરફની જેમ ઠંડા પડે છે તો અપનાવો આ ટ્રિક, જરાપણ ઠંડી નહિ લાગે

Cold Feet Problem : રાતે જ્યારે આપણે પથારીમાં ઊંઘવા જઈએ છીએ, ત્યારે એકદામ ઠંડુ લાગે છે. હાથ-પગ પણ બરફની જેમ ઠંડા પડી જાય છે. લાંબા સમય સુધી ગોદડીમાં હાથ પગ ઠંડા રહે છે અને પથારી પણ લાંબો સમય ઠંડી લાગે છે. આવામાં જલ્દી ઊંઘ આવતી નથી, જોકે, હવે એક્સપર્ટે તેનુ સોલ્યુશન શોધી કાઢ્યું છે કે કેવી રીતે તમે પથારીમાં ઠંડીમાંથી મુક્તિ મેળવી શકો છો. 

fallbacks

એક્સપર્ટે આપી ટિપ્સ
એક્સપર્ટે કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવાની ટિપ્સ આપી છે. જ્યોર્જિયા ધ ફ્રેન્ચ બેડરૂમ કંપનીના કો-ફાઉન્ડર અને ક્રિએટીવ ડાયરેક્ટર છે. જ્યોર્જિતાએ ખાસ રીતે ઠંડીમાં પડતી રોજબરોજની મુશ્કેલીઓને દૂર કરવાની કેટલીક સરળ ટિપ્સ આપી છે. આ ટિપ્સને અપનાવીને તમે ઠંડીમાંખી રાહત મેળવી શકો છો. તેનાથી ઠંડીમાં સારી ઊંઘ આવશે અને તમારી રાત પણ આરામદાયક જશે.

આ પણ વાંચો : 

પુરુષ કર્મચારીઓને થઈ રજાની લ્હાણી, પિતા બનવા જઈ રહ્યા છો તો મળશે ખાસ રજા

આવી સ્ત્રીઓ પોતાના પતિને આપે છે દગો, તમારી પત્નીના શરીર પર આ નિશાન હોય તો ચેતી જજો

પથારી ગરમ રહેશે
જ્યોર્જિયાએ પથારી ગરમ રાખવાની રીત બતાવી છે. તેમનુ કહેવુ છે કે, પથારી પર ચાદરની પરત બાદ એક બીજી ચાદર નાંખો જે વેલવેટ જેવી હોય. તેમનુ કહેવુ છે કે, વેલવેટના કપડાને સ્પર્શ કરીને જોવા પર એ અનુભવી શકશો કે તે બાકીની ચાદરોની જેમ ઠંડી હોતી થી. આવામાં રાતભર તમારી પથારી ક્યારેય ઠંડી નહિ થાય. આનાથી તમને ઠંડી નહિ લાગે. સાથે જ તેઓ કહે છે કે, જે રૂમમાં બેસવાનું અને ઊંઘવાનું હોય, તેમાં હીટરનો ઉપયોગ કરીને તેને ગરમ કરતા રહો. તેમજ રૂમના દરવાજા બંધ રાખો, જેનાથી બહારની ઠંડી અંદર ન આવે.  

પગમાં પણ નહિ લાગે ઠંડી
જ્યોર્જિયાનું કહેવુ છે કે, ઠંડીમાં સૌથી મોટી સમસ્યા એ થાય છે કે, પગ ગરમ રહેતા નથી. આ કારણે લોકો ગોદડીમાં આખી રાત સિકુડાઈને રહે છે અને કરવટ બદલતા રહે છે. ઠંડીમાં પથારી પૂરી રીતે ઠંડી લાગે છે. આવામાં પગને ઠંડીથી બચાવવા માટે સિલ્કનો પાયજામો પહેરો. એક્સપર્ટનું કહેવુ છે કે, સિલ્વ પાયજામો તમને આખી રાત ગરમ રાખશે. ગોદડી જો પથારીમા આમતેમ થઈ જાય તો તેવી સ્થિતિમાં પાયજામો તમને ગરમ રાખશે.  

આ પણ વાંચો : જાદુનો ખજાનો છે ગોળ, દવા વગર દૂર કરશે સ્કીનની અનેક સમસ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More