Tratak Kriya Benefits: આંખનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેની આંખ સ્વસ્થ રહે અને તેને નંબર ક્યારેય ન આવે. પરંતુ આજના સમયમાં નાના બાળકોથી લઈ દરેકનો સ્ક્રિન ટાઈમ વધી રહ્યો છે અને આહારમાં પોષણ ઘટી રહ્યું છે તેથી સમય પહેલા જ આંખો નબળી પડી જાય છે અને મોટા મોટા ચશ્મા આવી જાય છે. આંખને તેજ બનાવવા માટે યોગ પદ્ધતિમાં એક ઉપાય છે.
આ પણ વાંચો:Sugar vs Jaggery: ખાંડ કે ગોળ? ડાયાબિટીસમાં ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો શું ખાવું ?
આંખ માટેનો બેસ્ટ યોગ છે ત્રાટક ક્રિયા. ત્રાટક ક્રિયા આંખને રિલેક્સ કરે છે, સ્થિર કરે છે અને એકાગ્રતા વધારે છે. આ અભ્યાસને નિયમિત કરવાથી માનસિક બળ વધે છે. આજે તમને જણાવીએ ત્રાટક ક્રિયા કેવી રીતે કરવી અને તેને કરવાથી થતા લાભ વિશે.
ત્રાટક ક્રિયાથી થતા લાભ
આ પણ વાંચો: શિલાજીત અને ઘીનો આ નુસખો શરીરની શક્તિ કરી દેશે બમણી, કામ કર્યા પછી પણ નહીં લાગે થાક
- ભારતની પારંપરિક યોગ વિદ્યામાંથી એક છે ત્રાટક ક્રિયા જે ધ્યાન સંબંધિત છે.
- તેને એકાગ્ર દ્રષ્ટિ અને કેંડલ ગ્લેઝિંગ પણ કહેવાય છે. તેનાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે અને સ્નાયૂ મજબૂત થાય છે.
- ત્રાટક ક્રિયા એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
- ત્રાટક ક્રિયા કરવાથી ફોકસ વધે છે અને મનને સ્થિર રાખવામાં મદદ મળે છે.
- તેનાથી માથાનો દુખાવો, માઈગ્રેન, અનિંદ્રાની સમસ્યા પણ દુર થાય છે.
- ત્રાટક ક્રિયા કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે.
આ પણ વાંચો: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરી નાખશે આ 3 ચટણી, ખાવાથી હાર્ટ રહેશે હેલ્ધી
ત્રાટક ક્રિયા કેવી રીતે કરવી ?
ત્રાટક ક્રિયા કરવા માટે રુમમાં અંધારું કરીને બેસવાનું હોય છે. રુમમાં એક મીણબત્તી સળગાવો અને પછી લાઈટ બંધ કરી દો. મીણબત્તીને આંખના લેવલ અનુસાર ઊંચી રાખવી. ત્યારબાદ મીણબત્તીથી 50 થી 100 સેંટીમીટર દુર બેસવું. ચશ્મા પહેરતા હોય તો ત્રાટક ક્રિયા પહેલા ચશ્મા કે લેન્સ ઉતારી દેવા. ત્યારબાદ 5 મિનિટ આંખ બંધ કરી ધ્યાન કરવું જેમાં ધીરેધીરે ઊંડો શ્વાસ લેવો અને નાક વડે શ્વાસ છોડવો. ત્યારબાદ આંખ ખોલવી અને મીણબત્તીની જ્યોત પર નજરને સ્થિર કરવી. આ સમયે આંખ ઝપકાવવી નહીં. નજરને સ્થિર રાખવી. આંખમાંથી પાણી નીકળવા લાગે ત્યાં સુધી મીણબત્તીને જોવી. ત્યારબાદ આંખ બંધ કરો અને બંધ આંખથી પણ મીણબત્તીના પ્રકાશ પર ફોકસ કરો. જ્યારે મીણબત્તીનો પ્રકાશ ગાયબ થઈ જાય ત્યારે ફરીથી આ ક્રિયા કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે