Home> Health
Advertisement
Prev
Next

ડાયાબિટીસની ચિંતાથી રાહત આપશે આ આયુર્વેદિક જડીબુટ્ટી, આ 3 રીતે સેવન કરી મેળવી શકો છો લાભ

Triphala Benefits: આ આયુર્વેદિક ઉપાય કરવાથી ડાયાબિટીસના રોગીઓની તબિયત સારી રહે છે અને અન્ય બીમારી થવાનો જોખમ રહેતું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો ડાયાબિટીસમાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્રિફળા ચૂર્ણને ત્રણ રીતે ખાઈ શકાય છે.

ડાયાબિટીસની ચિંતાથી રાહત આપશે આ આયુર્વેદિક જડીબુટ્ટી, આ 3 રીતે સેવન કરી મેળવી શકો છો લાભ

Triphala Benefits: ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને જળમૂળથી દૂર કરવી મુશ્કેલ છે. પરંતુ આ બીમારીમાં કેટલાક આયુર્વેદિક ઉપાય બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ આયુર્વેદિક ઉપાય કરવાથી ડાયાબિટીસના રોગીઓની તબિયત સારી રહે છે અને અન્ય બીમારી થવાનો જોખમ રહેતું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનીએ તો ડાયાબિટીસમાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રિફળા ચૂર્ણને ત્રણ રીતે ખાઈ શકાય છે. ત્રિફળા ચૂર્ણ ને કાળી હરડે, બહેડા અને આમળાને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ત્રણેય વસ્તુનું સંયોજન બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

fallbacks

આ પણ વાંચો:

ડાયાબિટીસના દર્દીએ આ રીતે ખાવા જોઈએ લીમડાના પાન, Blood Sugar રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસના દર્દીએ બ્લડ સુગર રાખવું હોય કંટ્રોલમાં તો ફોલો કરો આ 5 ટીપ્સ

તાવ આવે ત્યારે આ વસ્તુઓનું કરવું સેવન, નબળાઈ થશે દુર અને વધશે શરીરમાં એનર્જી

દેશી ઘી સાથે ત્રિફળા

સૌથી પહેલા એક ચમચી દેશી ઘી લેવું અને તેમાં ત્રિફળા મિક્સ કરવો. આ મિશ્રણને ગરમ પાણી સાથે લેવું. તેને લેવાથી આંતરડામાં જામેલું લેયરિંગ ક્લીન થાય છે. શરીરમાં જામેલા હાનિકારક પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સીફાય થાય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

છાશમાં ઉમેરીને પીવું

ત્રિફળા ને છાશમાં ઉમેરીને પણ પી શકાય છે તેનાથી પણ ફાયદો થાય છે. આ નુસખો દાદી નાનીના સમયથી અમલમાં મૂકવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને ડાયજેશન દૂરસ્ત રહે છે. ડાયાબિટીસના દર્દીએ જમ્યા પછી એક ગ્લાસ છાશમાં એક ચમચી ત્રિફળા ઉમેરીને પીવું જોઈએ. 

ત્રિફળાનો કાઢો

ત્રિફળાનો કાઢો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દી માટે તે વધારે લાભકારી છે. તેના માટે રાત્રે લોઢાના વાસણમાં એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા મિક્સ કરી રાખી દેવું. સવારે જે પેસ્ટ તૈયાર થઈ હોય તેને પાણી અને મધ મિક્સ કરીને પી જવું. રોજ ખાલી પેટે આ રીતે ત્રિફળા લેવાથી બ્લડ સુગર મેન્ટેન રહે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More