Home> Health
Advertisement
Prev
Next

Bad Cholesterol: ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢી નાખશે આ ઘરેલુ વસ્તુઓ, ટ્રાય કરી જુઓ એકવાર

Bad Cholesterol: ખરાબ જીવનશૈલી અને નિયમિત કસરત ન કરવાના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલને કાબૂમાં ન રાખો તો તે હાર્ટ પર ખરાબ અસર થાય છે. એટલું જ નહીં તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. તેવામાં આજે તમને કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીએ જે બેડ કોલેસ્ટ્રોલને મૂળથી ખતમ કરી દેશે.

Bad Cholesterol: ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢી નાખશે આ ઘરેલુ વસ્તુઓ, ટ્રાય કરી જુઓ એકવાર

Bad Cholesterol: કોલેસ્ટ્રોલ એવી ચરબી છે કે જે વધી જાય તો તે શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે હાર્ટ એટેક, સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસ અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે. કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી જીવન જોખમમાં મુકાઈ શકે છે. 

fallbacks

તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર દ્વારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો. આજે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવી જે શરીરમાં વધેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.  

આ પણ વાંચો : 

Hair Fall Control: ચોમાસામાં વાળને ખરતા અટકાવશે આ 5 હેર ઓઈલ, ઝડપથી વધે છે વાળ

કેમિકલ વિના વાળ કાળા કરવા છે? આ 5 વસ્તુઓ છે બેસ્ટ, એક પણ સફેદ વાળ માથામાં નહીં દેખાય

Coffee: ત્વચા અને વાળ માટે વરદાન છે કોફી પાવડર, જાણો કોફીનો ઉપયોગ કરવાની સાચી રીત

લસણ - લસણમાં સલ્ફર હોય છે, જે ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. લસણની 6-8 કળીઓને પીસીને એક કપ દૂધ અને એક ગ્લાસ પાણીમાં ઉકાળો.

હળદર - હળદર નસોમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને તોડીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. રાત્રે સૂતાં પહેલાં હૂંફાળા દૂધમાં એક ચપટી હળદર નાખીને તેનું સેવન કરો.

મધ -  મધ રક્તવાહિનીઓના અસ્તરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સંચયને અટકાવે છે. એક કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ, લીંબુનો રસ અને એપલ સીડર વિનેગરના થોડા ટીપાં મિક્સ કરીને પીવો.

મેથીના દાણા - પોટેશિયમ, આયર્ન, ઝિંક સહિતના ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર મેથીના દાણા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. એક ચમચી મેથીનું ચૂર્ણ દિવસમાં બે વાર હૂંફાળા પાણી સાથે લો.

(Disclamer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More