Home> Health
Advertisement
Prev
Next

ચોમાસામાં વધી જાય છે યુરિક એસિડની સમસ્યા, કંટ્રોલ કરવા માટે બાબા રામદેવે જણાવ્યા ઉપાય

ચોમાસામાં પેશાબમાં અવરોધ, બળતરા, ચેપ અને યુરિક એસિડની સમસ્યાઓ વધી શકે છે. તેનું મુખ્ય કારણ વરસાદની ઋતુમાં થતા બેક્ટેરિયલ ચેપ છે, જે કિડનીને અસર કરે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ પણ સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી વગાડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ પાસેથી યુરિક એસિડિટી અને રોગો માટે યોગ્ય સારવાર જાણો.

 ચોમાસામાં વધી જાય છે યુરિક એસિડની સમસ્યા, કંટ્રોલ કરવા માટે બાબા રામદેવે જણાવ્યા ઉપાય

Uric Acid Control: જ્યારે ચોમાસામાં વરસાદ પડે તો રસ્તાઓ પર નહીં, શરીરની અંદર પણ તબાહી જોવા મળે છે. વરસાદમાં પાણી દૂષિત થઈ જાય છે અને આ પાણી શરીરની અંદર જવા પર કિડની બીમાર બની શકે છે. આ દિવસોમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. એમ્સના રિપોર્ટ પ્રમાણે જુલાઈથી ઓગસ્ટ વચ્ચે યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન 35 ટકા સુધી વધી શકે છે અને અનટ્રીટેડ UTI ને કારણે કિડની ઈન્ફેક્શન પાયલો-નેફ્રાઇટિસ જીવનો દુશ્મન બની જાય છે.

fallbacks

એટલું જ નહીં ICMR પ્રમાણો ચોમાસામાં પ્રોસ્ટેટ પ્રોબ્લેમના મામલા પણ 25 ટકા સુધી વધશે. આ ખતરનાક સાબિત થઈ શકે છે. આ સમયે ભારત પ્રોસ્ટેટ કેન્સરથી જીવ ગુમાવવાના મામલામાં બીજા નંબર પર છે અને શહેરી વિસ્તારમાં તો પ્રોસ્ટેટ કેન્સરના કેસ છેલ્લા 25 વર્ષમાં 85 ટકા સુધી વધ્યા છે. તેથી વરસાદની સિઝનમાં સ્વાસ્થ્ય અને સફાઈનું ખાસ ધ્યાન રાખો, કારણ કે ICMR ના ડેટા પ્રમાણે વરસાદમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો બેક્ટેરિયલ સંક્રમણની ગિરફ્તમાં આવે છે. જેમાં સૌથી વધુ બીપી-સુગરના દર્દી, વૃદ્ધ અને મહિલાઓમાં થાય છે.

ચોમાસામાં વધી શકે છે યુરિક એસિડ
આમ ચોમાસાની વધુ એક સાઇડ ઇફેક્ટ છે યુરિક એસિડ અને ક્રિએટિનિનનું વધવું. ગરમી અને ભેજવાળા વાતાવરણમાં યુરિન ઘાટુ હોવાથી કિડની સ્ટોનની મુશ્કેલી થાય છે. વાયરલ ફીચર, દવાઓની સાઇડ ઇફેક્ટને કારણે એક્યુટ કિડની ઇંજરી લાઇન થ્રેટનિંગ બની જાય છે. એટલે કે કિડનીના સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી તમે સ્વસ્થ પાણી અને હાઇજીનનું ધ્યાન રાખો. દરરોજ યોગ કરવાનું ન ભૂલો અને હેલ્ધી ભોજનની આદલ પાડો. સ્વામી રામદેવ પાસેથી જાણીએ કિડનીને કઈ રીતે સ્વસ્થ રાખવી?

કિડનીના કેટલા દુશ્મનો છે?
કિડનીમાં પથરી
યુરિક એસિડ
કિડનીની તીવ્ર ઇજા
ક્રોનિક કિડની રોગ

યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાના લક્ષણો
પગની ઘૂંટીઓમાં સોજો
પગમાં દુખાવો
સાંધાનો દુખાવો
આંગળીઓ અને અંગૂઠામાં ખંજવાળ આવવા

આ પણ વાંચોઃ છીંકવાથી વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થઈ શકે છે, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

યુરિક એસિડનું પ્રમાણ વધુ
હાર્ટ એટેકનો ભય
મગજના સ્ટ્રોકનું જોખમ
કિડની પર દબાણ
કિડનીમાં પથરીનું જોખમ
ડાયાબિટીસ

યુરિક એસિડમાં શું ન ખાવું?
દાળ
પનીર
દૂધ
ખાંડ
દારૂ
તળેલી વસ્તુઓ
ટામેટાં

કિડની બચાવવા માટે ઘરગથ્થુ ઉપચાર
સવારે લીમડાના પાનનો 1 ચમચી રસ પીવો
સાંજે પીપળના પાનનો 1 ચમચી રસ પીવો
કિડની સ્વસ્થ રહેશે, ગોખરુ પાણી પીવો
ગોખરુને પાણીમાં ઉકાળો અને ઠંડુ થવા દો
દિવસમાં બે વાર ગોખરુ પાણી પીવો
કિડની પથરીના ચેપને અટકાવશે

કિડની પથરીના માટે ફાયદાકારક
ખાટી છાશ
કુલથ દાળ
મૂળા
પથ્થરચટ્ટાના પાન
જવનો લોટ

કિડની પથરીના શ્રેષ્ઠ ઉપચાર
મકાઈના સિલ્કને પાણીમાં ઉકાળો, ગાળીને પીવો
કિડની પથરીને દૂર કરે છે
યુટીઆઈ ચેપ દૂર થશે

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More