Home> Health
Advertisement
Prev
Next

Sattu Benefits: હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા આ વસ્તુ સાથે કરો સત્તુનો ઉપયોગ, શરીર રહેશે હેલ્ધી

Sattu Benefits: અસ્વસ્થ આહાર અને બેઠાળુ જીવનશૈલીના કારણે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જો લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો તમને હાર્ટ સંબંધિત ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સત્તુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  

Sattu Benefits: હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા આ વસ્તુ સાથે કરો સત્તુનો ઉપયોગ, શરીર રહેશે હેલ્ધી

Sattu Benefits: આધુનિક જીવનશૈલી અને અસંતુલિત આહારના કારણે લોકોને નાની ઉંમરમાં ઘણી ગંભીર બીમારીઓ થઈ જાય છે. જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને આજના સમયમાં હાર્ટ એટેકના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે. તેનું સૌથી મોટું કારણ ખાવાની આદતો અને જીવનશૈલી સંબંધિત ખોટી આદતો છે. 

fallbacks

આ પણ વાંચો: Health Tips: લગ્નની પહેલી રાત્રે દૂધ પીવું જરૂરી શા માટે? જાણો આ પ્રથાનું સાચું કારણ

અસ્વસ્થ આહાર અને બેઠાળુ જીવનશૈલીના કારણે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જો લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો તમને હાર્ટ સંબંધિત ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સત્તુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  

આ પણ વાંચો: Winter Health Care: શિયાળામાં રોજ 15 મિનિટ લેવો તકડો, બીમારીઓ રહેશે તમારાથી દુર

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેના કારણે ધમનીઓમાં પ્લાક જમા થઈ જાય છે જે રક્તને હૃદય સુધી પહોંચતું અટકાવે છે. આ સ્થિતિમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પરંતુ જો તમે સમયસર જીવનશૈલીમાં ફેરફાર કરો અને આહાર પર ધ્યાન આપો તો આ સ્થિતિને કંટ્રોલ કરી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. 

સંશોધનમાં પણ સાબિત થયું છે કે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ચણા, લીલા શાકભાજી, લીલા વટાણા, કઠોળ જેવા ખોરાક લેવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. ખાસ કરીને સત્તુનું સેવન લાભકારી માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે દરરોજ એક ગ્લાસ સત્તુનું સેવન કરો છો તો હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે. આ સિવાય બદામ પણ હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં રામબાણ સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો: Health Tips: શિયાળામાં ગાજર ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા, ન જાણતા હોય તો જાણી લો

તેવામાં બે થી ચાર બદામને પીસી અને એક ગ્લાસ સત્તુમાં તેને મિક્સ કરી તેને પીવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. ખાસ વાત એ છે કે સત્તુમાં પ્રોટીન વધારે હોય છે જેના કારણે શરીરને એનર્જી પણ મળે છે. જો રોજ સવારે તમે તેને પીઓ છો ચો લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેના કારણે વજન પણ ઘટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More