Home> Health
Advertisement
Prev
Next

Uric Acid વધવાથી શરીરમાં થતી દુખાવા સહિતની તકલીફો આ ડ્રાયફ્રુટ કરશે દુર

Uric Acid: જ્યારે આપણે કિડની યુરિક એસિડને બરાબર રીતે ફિલ્ટર કરી ન શકે ત્યારે યુરિક એસિડ હાડકામાં અને સાંધામાં ક્રિસ્ટલ તરીકે જમવા લાગે છે. જેના કારણે પગમાં સોજા અને સાંધામાં અસહ્ય દુખાવો રહે છે. 

Uric Acid વધવાથી શરીરમાં થતી દુખાવા સહિતની તકલીફો આ ડ્રાયફ્રુટ કરશે દુર

Uric Acid: શરીરમાં જ્યારે યુરિક એસિડ વધી જાય છે તો ખૂબ જ તકલીફ પડે છે. યુરિક એસિડની સ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે આપણે કિડની યુરિક એસિડને બરાબર રીતે ફિલ્ટર કરી ન શકે ત્યારે યુરિક એસિડ હાડકામાં અને સાંધામાં ક્રિસ્ટલ તરીકે જમવા લાગે છે. જેના કારણે પગમાં સોજા અને સાંધામાં અસહ્ય દુખાવો રહે છે. જ્યારે શરીરમાં પ્યુરીનનું ડાયજેશન યોગ્ય રીતે નથી થતું ત્યારે યુરિક એસિડ લેવલ વધી જાય છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો ડેઇલી ડાયેટમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે.

fallbacks

આ પણ વાંચો: વજન ઝડપથી ઘટાડવું હોય તો ઘઉં નહીં આ લોટની રોટલી ખાવી, બરફની જેમ ઓગળી જશે ચરબી

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યુરિક એસિડની તકલીફ હોય તેમણે અખરોટનું સેવન રેગ્યુલર કરવું જોઈએ. અખરોટનું સેવન કરવાથી યુરિક એસિડ ની સમસ્યાને દૂર કરી શકાય છે. ચાલો તમને એ પણ જણાવીએ કે અખરોટ યુરિક એસિડમાં કેવી રીતે અસર કરે છે.

અખરોટના ફાયદા

અખરોટમાં ઓમેગા 3 હોય છે. સાથે જ તેમાં કોપર ફોસ્ફરસ વિટામીન બી6 જેવા મહત્વના પોષક તત્વો પણ હોય છે. અખરોટમાં હેલ્ધી પ્રોટીન હોય છે જેના કારણે યુરિક એસિડના કારણે થતા ગાઉટ ઓછા કરી શકાય છે. સાંધામાં જામતા યુરિક એસિડના ક્રિસ્ટલ અખરોટ ખાવાથી ધીરે ધીરે ઘટી જાય છે.

આ પણ વાંચો: Pumpkin Seeds: આ બીજ પરિણીત પુરૂષો માટે છે ખૂબ જ ફાયદાકારક, શરીરમાં વધારે છે 'તાકત'

રોજ કેટલા ખાવા અખરોટ ? 

જો યુરિક એસિડની તકલીફ વધારે હોય તો રોજ ત્રણથી ચાર અખરોટ ખાવા જોઈએ. અખરોટને તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો અથવા તો તેને સલાડ કે સ્મુધિમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. અખરોટને પાણીમાં પલાળીને ખાવાથી તે સૌથી વધુ અસર કરે છે

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More