Home> Health
Advertisement
Prev
Next

weight loss tips: અરે...ડાયેટિંગ છોડો, મસ્ત થઈ પાણીપુરી ખાઓ અને વજન ઘટાડો

પાણીપુરી દેશના જાણીતા સ્ટ્રીટ ફૂડમાંથી એક છે. હોય પણ કેમ નહીં, પાણીપુરીમાં તમામ સ્વાદ હોય છે. પાણીપુરી જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જાય. આ પાણીપુરીના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ છે.

weight loss tips: અરે...ડાયેટિંગ છોડો, મસ્ત થઈ પાણીપુરી ખાઓ અને વજન ઘટાડો

ઝી બ્યૂરો, અમદાવાદ: મહિલાઓનું માનીતું ફૂડ એટલે પાણીપુરી. લારી પરની હોય કે ઘરે બનાવેલી, પાણીપુરી ( panipuri ) સૌને પસંદ આવે છે. ખાટી, મીઠી, તીખી અને મજેદાર પાણીપુરી જોઈને ખાવાનું મન થઈ જાય છે. પાણીપુરીના શોખીનોને એ જાણીને આશ્ચર્ય થશે કે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને જેમને વજન ઘટાડવું  (weight loss) છે તેમના માટે પાણીપુરી સુપરફૂડ સાબિત થઈ શકે છે. એક તો સારો સ્વાદ આવશે અને બીજું ચરબી ઓગળવા લાગશે. તો, ચાલો જાણીએ કેવી રીતે કરવું પાણીપુરી ડાયેટ!

fallbacks

પાણીપુરી ખાવાથી નથી લાગતી ભૂખ
વધુ પડતી ચરબી (Fat) થી પરેશાન લોકો માટે પાણીપુરી ( panipuri ) હેલ્ધી સ્નેક ઓપ્શન છે. તો તમે ડાયેટ (dieting) પર છો અને જલ્દી વજન ઓછું (weight loss ) કરવા માંગો છો તો, પાણીપુરી ખાઈ શકો છો. પાણીપુરીનું પાણી ખૂબ જ ચટપટું અને તેજ હોય છે. તેને ખાવાથી અનેક કલાકો સુધી ભૂખ નથી લાગતી. 

પાણીના છે આટલા ફાયદા
પાણીપુરીના પાણીના પણ એટલા જ ફાયદા છે. પાણીમાં ફુદીનો, જીરા અને હિંગનો ઉપયોગ કરવાથી અદ્ભૂત પરિણામો મળે છે. આ પાણી તમને પાચન કરવામાં મદદ કરે છે. જો શક્ય હોય તો ધાણાભાજીનો પણ ઉપયોગ કરવો, જે સોજા નહીં ચડવા દે. પીરિડ્સ દરમિયાન જે દુખાવો થાય છે તેને ઓછો કરવામાં મદદ કરે છે. જીરું પાચન કરવામાં સહાય કરે છે અને મોઢાની દુર્ગંધને રોકે છે. ફુદીનો એન્ટીઑક્સિડેન્ટ છે. જે ફ્રેશનેસ આપે છે.

fallbacks

દેખાવમાં નાની ઈલાયચીના ફાયદા છે મોટા, ગણાય છે અનેક રોગથી બચવાનો અકસીર ઉપાય

આવી રીતે બનાવો ગળ્યું પાણી
અનેક લોકો પાણીપુરી ( panipuri )માં ગળ્યું પાણીના શોખીન હોય છે. જો તમારે ગળ્યું પાણી ખાવું જ છે તો, તેમાં નેચરલ સ્વીટનરનો ઉપયોગ કરો. તમે ઘરે જ આમલી અને ખજૂર અથવા તો ગોળમાંથી ગળ્યું પાણી બનાવી શકો છો. આમલીનો ઉપયોગ ઓછો કરવો. ગોળ અને ખજૂર તમને ગળ્યો સ્વાદ તો આપશે જ સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો કરાવશે.

ક્યારે ખાવી જોઈએ પાણીપુરી
પાણીપુરી ( panipuri )ખાવાનો સૌથી યોગ્ય સમય બપોરનો છે. જો સાંજના સમયે તેને ખાવામાં આવે તો વજન વધવાની આશંકા રહેલી છે. સાથે જ કરસત કરવાના 2 કલાક પહેલા કે 2 કલાક પછી પાણીપુરી ન ખાવી જોઈએ.

Male Infertility: પુરૂષો માટે નુકસાનકારક છે રાત્રે Mobile Phone નો યુઝ, પિતા બનાવામાં થઈ શકે છે મૂશ્કેલી

યાદ રાખો આ ટિપ્સ
1. મીઠી ચટણીમાં ખાંડનો ઉપયોગ ન કરો.

2. સ્ટફિંગ માટે બટેટાની જગ્યાએ કરો સ્પ્રાઉટ્સનો ઉપયોગ કરો.

3. બને તો પાણીમાં હિંગ, અજમો નાખવાનું રાખો, ફાયદો કરાવશે.

4. રવાથી બનેલી પાણીપુરીની જગ્યાએ લોટમાંથી બનેલી પાણીપુરી ખાઓ.

5. પાણીના બદલે દહીંનો ઉપયોગ કરી શકાય. સ્ટફિંગ માટે સલાડ પણ સારો ઓપ્શન છે.

6. સ્ટફિંગ અને પાણીમાં નમકની માત્રા બને એટલી ઓછી રાખો.

બસ તો આવી રીતે તમારા ડાયેટમાં પાણીપુરીને સામેલ કરો અને ફટાફટ વજન ઘટાડો.

હેલ્થ પર વધુ આર્ટિકલ વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More