Home> Health
Advertisement
Prev
Next

Curry Leaf: સવારે ખાલી પેટ ચાવો મીઠો લીમડો, 4 બીમારીમાં મળશે જોરદાર રાહત

Curry Patte Chabane Ke Fayde: મીઠો લીમડો ભોજનનો સ્વાદ તો વધારે છે પરંતુ સ્વાસ્થ્યને ફાયદો કરે છે. તેમાં વિટામિન સી, ફાસ્ફોસર, આયરન, કેલ્શિયમ અને નિકોટિનિક એસિડથી ભરપૂર હોય છે.

Curry Leaf: સવારે ખાલી પેટ ચાવો મીઠો લીમડો, 4 બીમારીમાં મળશે જોરદાર રાહત

Curry Leaves Benefits: જો આપણે આપણા સ્વાસ્થ્યને સારૂ બનાવી રાખવું છે તો દિવસની શરૂઆત હેલ્ધી રીતે કરવી જોઈએ. તેવામાં મીઠો લીમડો ચાવવો સારી પ્રેક્ટિસ છે. આ પાંદડાની મદદથી હંમેશા સાઉથ ઈન્ડિયન ડિશ તૈયાર કરવામાં આવે છે, જે ખુબ ટેસ્ટી હોય છે. ભારતના જાણીતા ન્યૂટ્રીશન એક્સપર્ટ નિખિલ વત્સ (Nikhil Vats)એ જણાવ્યું કે જે લોકો સવારે તાજા મીઠા લીમડોના પાંદડા ચાવે છે તો સ્વાસ્થ્ય પર તેની પોઝિટિવ અસર પડે છે.

fallbacks

સવારે ખાલી પેટ મીઠા લીમડોના પાંદડા ચાવવાના ફાયદા
1. પાચનતંત્ર સારૂ રહેશે

સવારે ખાલી પેટ મીઠા લીમડોના પાંદડા ચાવવાથી પાચનતંત્રને ફાયદો થાય છે. જ્યારે સવારે કંઈ ખાધા વગર તેનું સેવન કરવામાં આવે તેથી પાચન ઉત્સેચકો ઉત્તેજિત થાય છે અને મળ ત્યાગને સરળ બનાવે છે. તે તમને કબજીયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.

2. સવારે નબળાઈથી રાહત
ઘણા લોકો સવારે ઉઠે તો નબળાઈ, ચક્કર અને ઉલ્ટીનો સામનો કરવો પડે છે. તેવામાં જો સવારે મીઠો લીમડો ચાવવામાં આવે તો ડાઇઝેશન સારૂ થશે અને સવારે થતી સમસ્યાથી રાહત મળશે.

આ પણ વાંચોઃ ભોજન બની રહ્યું છે બીમારીઓનું મોટું કારણ, જાણો થાળીમાં કેટલી હોવી જોઈએ રોટલી, શાક

3. વજન ઘટશે
જે લોકો મેદસ્વિતાના શિકાર છે તેણે સવારે જાગ્યા બાદ મીઠો લીમડો જરૂર ખાવો જોઈએ, કારણ કે તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. બોડીનું ડિટોક્સિફિકેશ સારી રીતે થાય છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડી શકાય છે. જો તમે વજન વધવાથી પરેશાન છો અને પેટની ચરબી ઘટાડવા ઈચ્છો છો તો મીઠો લીમડો કામ આવી શકે છે. 

4. વાળ માટે સારૂ
મીઠો લીમડો ખતરા વાળ સામે લડવામાં મદદ કરી શકે છે. સવારે પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ. થોડી મિનિટો બાદ તમે મીઠા લીંબડાના પાંદ ખાય શકો છો. તેને સારી રીતે ચાવો તેની 30 મિનિટ બાદ નાસ્તો કરી શકો છો.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More