Home> Health
Advertisement
Prev
Next

ઉપવાસ રાખો તે દિવસે શરીરમાં શું-શું થાય છે ફેરફાર? કરતાં પહેલાં વાંચી લો, ફાયદામાં રહેશો

Is fast good for Health: તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં એનર્જી (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે.

ઉપવાસ રાખો તે દિવસે શરીરમાં શું-શું થાય છે ફેરફાર? કરતાં પહેલાં વાંચી લો, ફાયદામાં રહેશો

fasting For Health: ભારતમાં ઉપવાસનું ચલણ ખૂબ વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે વ્રત કરવાથી તમારા શરીર પર શું અસર પડે છે અને જે દિવસે તમે ઉપવાસ રાખો છો, તે દિવસે તમારી બોડીમાં શું થાય છે. 

fallbacks

Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આવતીકાલથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ઉપવાસને લઈને ઘણી ધાર્મિક કથાઓ છે અને તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક તથ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે એક દિવસનો ઉપવાસ કરો છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે અને એક દિવસમાં શરીરમાં કેવા ફેરફારો થાય છે? તો ચાલો આજે જાણીએ કે જે દિવસે તમે ભોજન ન કરો તે દિવસે તમારા શરીરમાં શું થાય છે અને જે પણ થાય છે તે શરીર માટે સારું છે કે નહીં.

ઇમોશન્સ, ડ્રામા, એક્શન સાથે રોમાન્સ, ફૂલ પૈસા વસૂલ છે Shah Rukh ની ' જવાન'નું ટ્રેલર
હવે WhatsApp પાછળ પડી ગયા Elon Musk! X વડે કરી શકશો Video અને Audio કોલ

ખોરાકનું શું થાય છે?
તમે જે પણ ખોરાક લો છો, તે તમારા શરીરમાં એનર્જી (ઊર્જા)નું કામ કરે છે. શરીરના આવશ્યક અંગો ખોરાકને પચાવે છે અને તે પછી શરીર દ્વારા ઊર્જાનો ઉપયોગ થાય છે અને કચરો મળના રૂપમાં બહાર આવે છે. જે પણ વધારાનો ખોરાક છે, જે ઊર્જા માટે ઉપયોગી નથી, તે ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે. આ ચરબી મોટાભાગે વધુ પડતા તેલ, મસાલા અને બિનજરૂરી ખોરાકને કારણે ઉત્પન્ન થાય છે. જો કે, ચરબી પણ જરૂરી છે પરંતુ મર્યાદિત માત્રામાં. આ ચરબી ભવિષ્યમાં ઉપયોગ માટે શરીરમાં સંગ્રહિત થાય છે. ઉદાહરણ તરીકે, જો તમને ઘણા દિવસો સુધી ખોરાક ન મળે, તો આ ચરબી તમને જીવંત રાખવામાં મદદ કરે છે.

Poha Benefits: નાસ્તામાં કેમ ખાવા જોઇએ પૌંઆ, ફાયદા જાણશો તો તમે કરી શકશો નહી ના
વાળની લંબાઇ ખોલે છે તમારી પર્સનાલિટીના રાજ, જાણો કેવી છે તમારી પર્સનાલિટી?

જ્યારે તમે ઉપવાસના છ કલાક પૂર્ણ કરો છો. તો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટવા લાગે છે. એવામાં લીવર શરીરમાં સ્ટોર ફ્યૂલ (Glycogen) ને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે, જેથી શરીરને ઊર્જા મળી શકે. જો તમે ઉપવાસના 24 કલાક પૂર્ણ કરો છો, તો શરીરમાં પહેલાંથી જ સ્ટોર ફ્યૂલ (Glycogen) નો મોટાભાગનો ઉપયોગ કરો છો. એકવાર સ્ટોર ફ્યૂલ (Glycogen) સમાપ્ત થઈ જાય પછી, શરીર સ્નાયુઓમાં હાજર પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે અને પછી ચરબી જે આપણને અસ્વસ્થ રાખે છે, તે શરીર માટે ઊર્જા બનાવવાનું શરૂ કરે છે. એટલે કે, તે પીગળવાનું શરૂ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
એકંદરે, જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ, શુગરને બદલે શરીરમાં હાજર ચરબીનો પ્રાથમિક સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જેના કારણે વજન ઘટે છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે.
હવે, જો તમે એક દિવસે ઉપવાસ દરમિયાન ઓછું ખાશો અને બીજા દિવસે ઘણું ખાશો તો પણ તે તમને વજન ઘટાડવામાં મદદ મળશે. કેટલાક લોકો દિવસમાં 16 કલાક ઉપવાસ કરે છે. જો કે ઉપવાસ રાખવાનો અર્થ છે કંઈપણ ન ખાવું. તેથી જો તમારે વજન નિયંત્રિત કરવું હોય તો ઉપવાસ રાખો પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ખોરાક ન લો અને અન્ય વસ્તુઓમાંથી કેલરી લો. આ મદદ કરશે નહીં.

રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારી ક્યાં રાખવી, જોજો...ભૂલ તમે ન કરતા!
Vastu: યમની હોય છે આ દિશા, ભૂલથી પણ મહિલાઓ સૂતી વખતે ન રાખે પગ, છૂટાછેડાની આવશે નોબત

ઉપવાસ કરવાથી શું સારું છે
- મગજ વધુ સારી રીતે કાર્ય કરે છે.
- મગજના ન્યુરોપેથિક પરિબળોને ઠીક કરે છે.
- આ તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે.
- ઉપવાસ ચહેરા અને શરીર પરના ખીલ મટાડવામાં મદદ કરે છે.
- કેન્સરના કોષોનું નિર્માણ ઓછું થાય છે. એટલે કે કેન્સરનું જોખમ ઘટે છે.

ફાસ્ટિંગના નુકસાન
- બાયોલોજિક લેવલ પર નકારાત્મક અસર પડે છે. એક રિસર્ચ જણાવે છે કે ફાસ્ટિંગથી મહિલાઓને ઓછો ફરક પડે છે, જ્યારે પુરૂષોમાં તેની સીધી અસર દેખાવવા મળે છે. 

આ 5 કાર્સનો કોઇ તોડ નહી! Petrol પર મળશે 28KM સુધીની માઇલેજ
શું છે એલ્કલાઇન વોટર, આ તમને કઇ બિમારીઓથી બચાવવામાં કરે છે મદદ, જાણો...
ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More