કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક ગંભીર પણ એકબીજાથી જુદાં રોગ
આજકાલ બિઝી અને તણાવભરી જીવનશૈલીને કારણે લોકો અલગ-અલગ ગંભીર બીમારીઓનો શિકાર બને છે. જેમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકના કિસ્સઓ દરરોજ સામે આવતાં હોય છે. આ બંને મેડિકલ ઈમરજન્સી છે જે વ્યક્તિના હૃદયને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. જોકે આ બંને સ્થિતિના લક્ષણો થોડાં જુદા હોય છે. હાર્ટ એટેકનું કારણ હૃદયમાં લોહીની રુકાવટ જ્યારે કાર્ડિયાક અરેસ્ટનું કારણ હૃદય બ્લડ પંપ બંધ કરી દે તે હોય છે.
બંને વચ્ચે તફાવત
હાર્ટ એટેકના કિસ્સામાં આર્ટિરીઝમાં બ્લડ ફ્લો બંધ થઈ જાય છે અને ઓક્સિજન ન મળવાને કારણે હૃદયનો તે ભાગ કામ કરતો નથી. બીજી તરફ કાર્ડિયાક અરેસ્ટની વાત કરીએ તો તેમાં હૃદય અચાનકથી જ ધડકવાનું બંધ થઈ જાય છે.
કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો
કાર્ડિયાક અરેસ્ટ થાય તે પહેલાં કંઈ ખાસ લક્ષણો જોવા મળતાં નથી. હૃદય બ્લડ પંપ કરવાનું બંધ કરે છે. આ સ્થિતિમાં તરત જ સારવાર ન મળે તો થોડી જ મિનિટોમાં વ્યક્તિનું મોત થાય છે. મોટાભાગે કાર્ડિયાક અરેસ્ટ અસામાન્ય હાર્ટ બીટના કારણે થાય છે. કાર્ડિયાક અરેસ્ટ આવે ત્યારે વ્યક્તિ બેભાન થઈ જાય છે, આ તેનું મુખ્ય લક્ષણ છે. તે સિવાય અન્ય સંકેતો જેવા કે અસામાન્ય હાર્ટ બીટ, ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઊલ્ટી થવી વગેરે છે. કાર્ડિયાક અરેસ્ટ આવ્યાં બાદ વ્યક્તિ હાંફવા લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અથવા તો શ્વાસ બંધ થઈ જાય છે.
હાર્ટ એટેક થવાના કારણ
જ્યારે હાર્ટ એટેકની વાત કરીએ તો તેમાં બ્લડ ક્લોટિંગ અને બ્લડ સપ્લાઈ ઓછું જોવા મળે છે. હાર્ટ એટેક મોટાભાગે કોરોનરી આર્ટરીઝમાં બ્લોકેજને કારણે થાય છે, જે હૃદયને બહુ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. આ જાનલેવા અને ઘાતક હૃદયરોગ છે.
હાર્ટ એટેકના લક્ષણો
હાર્ટ એટેકની પરિસ્થિતિમાં થોડાં દિવસો કે અઠવાડિયાઓ પહેલા સામાન્ય લક્ષણો દેખાઈ શકે છે. જેમકે બેચેનીનો અનુભવ થવો, છાતીમાં દુખાવો, પરસેવો વળવો, હાર્ટ બીટ ઝડપી થવી, હાથ, પીઠ, ગળું, જડબું અને પેટમાં દુખાવો તથા બળતરાંનો થવી. આ પ્રકારના શરીરના અનુભવો હાર્ટ એટેકની સંભાવના દર્શાવે છે. શરીરમાં કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેકના લક્ષણો જરાં પણ દેખાતા તેના કાળજીભર્યાં પગલાઓ અને તબીબી સારવાર લેવી અતિ આવશ્યક રહે છે.
ડિસ્કલેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે