Heart Health: છાતીમાં અચાનક દુખાવો ઘણીવાર સામાન્ય કારણને લીધે પણ થઈ શકે છે, જેમ કે ગેસ, અપચો કે સ્નાયુઓમાં ખેંચાણ, પરંતુ ક્યારેક તે હાર્ટની સમસ્યાનો પણ સંકેત હોઈ શકે છે. તેથી તેને નજરઅંદાજ ન કરવો જોઈએ. સાચા સમયે ધ્યાન આપવાથી મોટી મુશ્કેલીથી બચી શકાય છે. આવો ડો. એસ. એસ સીબીઆ (કાર્ડિયોલોજિસ્ટ- ડાયરેક્ટર- સીબીઆ, મેડિકલ સેન્ટર લુધિયાણા) પાસેથી જાણીએ કે અચાનક છાતીમાં દુખાવો થવા પર શું કરવું જોઈએ અને કઈ રીતે તત્કાલ રાહત મળી શકે છે.
ડો. એસ. એસ સીબીઆએ જણાવ્યું કે જો અચાનક છાતીમાં દુખાવો થાય તો સૌથી પહેલા તમારા શરીરની પોઝીશન બદલો. સીધા બેસો અને ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. સૂવાથી બચો કારણ કે ઘણીવાર બેડ પર પડવાને કારણે દુખાવો વધી શકે છે.
ઊંડો અને ધીમે-ધીમે શ્વાસ લો
સ્ટ્રેસ અને ગભરામણ છાતીમાં દુખાવો વધારી શકે છે. તેથી આરામથી બેસો અને ધીમે-ધીમે ઉંડા શ્વાસ લો અને છોડો. તેનાથી સ્નાયુઓને આરામ મળશે અને દુખાવામાં રાહત થશે.
આ પણ વાંચોઃ આ છે દુનિયાના સૌથી હેલ્ધી ફુડ્સ, આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી બીમારીઓ રહે છે દુર
પાણી પીવો કે થોડી વરિયાળી/અજમાનું સેવન કરો
જો છાતીમાં બળતરા કે ગેસને કારણે દુખાવો થઈ રહ્યો છે તો હુંફાળા પાણીનું સેવન ફાયદાકારક છે. તમે ઈચ્છો તો થોળી વરિયાળી કે અજમો ખાય શકો છો, તે ગેસ અને અપચાથી રાહત આપે છે.
કપડા ઢીલા કરો
જો તમે ટાઇટ કપડા પહેર્યા છે તો તેને ઢીલા કરો. તેનાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે અને છાતી પર ભાર ઓછો થશે.
થોડું ચાલો
ઘણીવાર થોડું ચાલવાથી પણ ગેસ કે અપચાથી થનાર દુખાવામાં રાહત મળી શકે છે. પરંતુ જો દુખાવો વધુ છે કે શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે તો ચાલવાનું ટાળો.
જો છાતીમાં દુખાવો વધુ છે કે હાથ કે જડબા સુધી ફેલાઈ રહ્યો છે, પરસેવો આવી રહ્યો છે કે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે, તેવામાં ડોક્ટર પાસે પહોંચો.
આ પણ વાંચોઃ પુરૂષોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે આ ખતરનાક કેન્સર, ઝડપથી લઈ જાય છે મોતની નજીક
પ્રિવેન્શન
વારંવાર છાતીમાં થતાં દુખાવાને હળવાશમાં ન લો.
સ્વસ્થ જીવનશૈલી અપનાવો, જેમ કે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને ધૂમ્રપાનથી દૂર રહેવું
સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ કે મેડિટેશન કરો.
ક્યારેક ક્યારેક સરળ કારણોસર અચાનક છાતીમાં દુખાવો થાય છે, પરંતુ ક્યારેક તે ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. તેથી, સાવચેત રહેવું જરૂરી છે. જો દુખાવો હળવો હોય, તો તમે ઉપરોક્ત પદ્ધતિઓ અપનાવીને રાહત મેળવી શકો છો, પરંતુ જો ગંભીર લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે