Home> Health
Advertisement
Prev
Next

આ લોકોએ ભૂલથી પણ ના પીવો જોઈએ શેરડીનો રસ...ફાયદાના બદલે થશે નુકસાન

Sugarcane Juice : શેરડીનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ કેટલાક લોકોને ફાયદાના બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કોણે શેરડીનો રસ ભૂલથી પણ ના પીવો જોઈએ. 

આ લોકોએ ભૂલથી પણ ના પીવો જોઈએ શેરડીનો રસ...ફાયદાના બદલે થશે નુકસાન

Sugarcane Juice : ઉનાળો આવતા જ આપણને ઠંડી વસ્તુઓ ખાવા-પીવાનું મન થવા લાગે છે. આ દિવસોમાં તમને શેરડીનો રસ વેચનારા દરેક જગ્યાએ રસ્તા પર જોવા મળશે. શેરડીનો રસ ઉનાળામાં મોટા પ્રમાણમાં વેચાય છે. શેરડીના રસમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. તેની સાથે તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તે વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેમાં ફાઈબર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શેરડીનો રસ ક્યારે અને કોણે ના પીવો જોઈએ? તેનું સેવન કેટલાક લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 

fallbacks

ઉનાળામાં રોજ ખાઓ આ વસ્તુઓ...શરીરમાં નહીં થાય પાણીની કમી

શેરડીનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય

શેરડીનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય ખાલી પેટ છે. ખોરાક ખાધા પછી તેને ક્યારેય પીવો જોઈએ નહીં. કારણ કે જ્યારે ખોરાક પછી શેરડીનો રસ પીવામાં આવે છે, ત્યારે તે શરીરમાં શુગર લેવલ વધારે છે. ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી જ્યારે શેરડીનો રસ તેમાં ભળે છે, તો શરીરમાં સુગર ઝડપથી વધી શકે છે.

Rice Kanji: ગટ હેલ્થ સુધારી, પેટની ગરમીને શાંત કરશે ચોખાની કાંજી, આ રીતે બનાવો ઘરે

શેરડીનો રસ કોણે ન પીવો જોઈએ ?

શેરડીનો રસ ફાયદાકારક છે, પરંતુ જો તમને પેટની કોઈપણ પ્રકારની સમસ્યા હોય. જો તમને ઝાડા અથવા ઉલ્ટીની સમસ્યા હોય તો તમારે તેને પીવાનું ટાળવું જોઈએ. શરદી અને ઉધરસની સ્થિતિમાં તેને પીવાનું ટાળો. માથાનો દુખાવો વખતે શેરડીનો રસ પીવાથી દુખાવો વધી શકે છે. જે લોકો સરળતાથી ફૂડ પોઈઝનિંગનો ભોગ બને છે તેઓ પણ તેનાથી દૂર રહેવું જોઈએ. જો તમને તમારા દાંતમાં પોલાણની સમસ્યા હોય તો શેરડીનો રસ ન પીવો. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો પણ તેનું સેવન ન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More