Detox liver in 7 Days: આજના સમયમાં લીવર સંબંધિત સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે. નાની ઉંમરમાં પણ લોકો ફેટી લીવરની સમસ્યાનો શિકાર થઈ જાય છે. જેનું મુખ્ય કારણ છે તેલ મસાલાવાળું ભોજન, જંક ફૂડ, કોલ્ડ્રીંક અને દારૂનું સેવન. લીવરમાં સેલ્ફ ક્લીનીંગ કેપેસિટી હોય છે તેમ છતાં અનહેલ્થી વસ્તુઓ નિયમિત અને વધારે પ્રમાણમાં ખાવાથી લીવરમાં ટોક્સિન જામવા લાગે છે અને સોજો આવી જવાનું જોખમ પણ રહે છે. આ સ્થિતિમાં રાહતની વાત એ છે કે કેટલાક નેચરલ ડ્રિંક્સની મદદથી તમે લીવરની સફાઈ કરી શકો છો.
આ પણ વાંચો: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર
હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલાક એવા પેય પદાર્થો છે જે લીવરને ડિટોક્ષ કરવામાં અને સોજો ઉતારવામાં મદદ કરે છે. આ હેલ્ધી ડ્રીંક મેટાબોલિઝમ સુધારવામાં પણ મદદ કરે છે. આ નેચરલ ડ્રિંક એન્ટી ઈન્ફેમેટરી ગુણ, એન્ટિ ઓક્સિડન્ટ ગુણ અને હાઇડ્રેશનથી ભરપૂર હોય છે.
આ પણ વાંચો: Sprouted Potatoes: લીલા ડાઘવાળા બટેટા અને અંકુરિત બટેટા ખાવા યોગ્ય હોય કે નહીં જાણો
ચિયા સીડ અને કાકડી
કાકડી અને ચીયા સીડનું ડ્રિંક શરીરને હાઇડ્રેટ કરે છે. ચિયા સીડ્સ ફાઇબર અને મેગ્નેશિયમ માટે તેમાં લીંબુ વિટામિન સી માટે ઉમેરવામાં આવે છે આ બધા જ તત્વ સાથે મળીને લીવરની કન્ડિશનને સુધારે છે.
આ પણ વાંચો: Monsoon: ચોમાસામાં કયા 5 શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ જાણી લો
દાડમ અને આદુનો રસ
દાડમમાં પોલિફિનોલ્સ હોય છે જે ફેટ મેટાબોલિઝમની સ્થિતિ સુધારે છે. આદુમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ લીવરનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. દાડમ અને આદુનો રસ ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવે તેની 2 મિનિટની અંદર આ કામ કરવામાં આવે તો ટળી શકે છે મોત
તરબૂચ અને આદુનો રસ
તરબૂચ શરીરને હાઈડ્રેટ કરે છે અને તેમાં એવા તત્વો હોય છે જે લીવરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. આદુનો રસ લીવરમાં રહેલો સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Betel Leaf: 5 રુપિયાનું આ પાન શરદી-ઉધરસ, માથાનો દુખાવો જેવી તકલીફોને કરી દેશે છૂમંતર
મધવાળી ગ્રીન ટી
ગ્રીન ટીમાં એવા તત્વ હોય છે જે ફેટી લીવરને ઓછું કરવામાં મદદ કરે છે ગ્રીન ટીમાં મધ ઉમેરીને પીવાથી તે એક હેલ્ધી સ્વીટનર તરીકે કામ કરે છે.
આ પણ વાંચો: માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ ખાઈ શકે શિલાજીત, કઈ તકલીફમાં મહિલાઓએ ખાવું શિલાજીત ?
બ્લેક ટી વીથ મિન્ટ
બ્લેક ટીમાં રહેલા તત્વ એન્ટિ ઓક્સિડન્ટ અને લિપિડને ઓછું કરવામાં અસરદાર હોય છે. તેમાં ફુદીનો ઉમેરવાથી તે લિવરને હેલ્ધી રાખે છે અને ટોક્સિનથી બચાવવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે