Home> Health
Advertisement
Prev
Next

White Sesame: 4 બીમારીમાં દવાની જેમ અસર કરે છે આ સફેદ દાણા, જો તમને હોય આ સમસ્યા તો નિયમિત ખાજો આ વસ્તુ

White Sesame: શિયાળામાં તલથી બનેલી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે. તેની પાછળ કારણ છે કે સફેદ તલ શરીરની કેટલીક સમસ્યાને દવા વિના દુર કરી શકે છે. આ સમસ્યામાં તલ દવા જેવું કામ કરે છે. આ બીમારીઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.

White Sesame: 4 બીમારીમાં દવાની જેમ અસર કરે છે આ સફેદ દાણા, જો તમને હોય આ સમસ્યા તો નિયમિત ખાજો આ વસ્તુ

White Sesame: શિયાળામાં તલ ખાવા જોઈએ. શિયાળામાં તલની વસ્તુઓ ખાવાથી શરીરને ગરમી મળે છે. સાથે જ કેટલાક અન્ય ફાયદા પણ થાય છે. તલ બે પ્રકારના હોય છે સફેદ અને કાળા. આ બંને તલ ફાયદાકારક છે. તલ ઝિંક, કેલ્શિયમ, ફોસ્ફરસથી ભરપુર હોય છે. તેને ખાવાથી સાંધાના દુખાવા સહિતની સમસ્યાઓથી રાહત મળી શકે છે.

fallbacks

આ પણ વાંચો: Indian Herb: યાદશક્તિ વધારતી આ ભારતીય જડીબુટ્ટી પાછળ વિદેશીઓ પાગલ, જાણો 4 ફાયદા વિશે

પ્રોટીન, કેલ્શિયમ, કોપર, આયરન અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વોથી ભરપુર તલ યાદશક્તિ વધારે છે સાથે જ બોડીને પણ હેલ્ધી રાખે છે. આયુર્વેદિક એક્સપર્ટ જણાવે છે કે તલ ખાઈને કેટલીક બીમારીઓની સારવાર પણ કરી શકાય છે. તલ ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. તેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. આ 4 બીમારીમાં તો તલ દવાની જેમ અસર કરે છે.

આ પણ વાંચો: ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ

આર્થરાઈટિસ

જો ઠંડીમાં સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય તો તલનું સેવન કરી શકાય છે. આ સિવાય દુખાવો હોય ત્યાં તલના તેલથી માલિશ પણ કરવાથી લાભ થાય છે. તલના દાણામાં પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડ હોય છે. જે એસ્ટ્રોજન હોર્મોનની ઊણપના કારણે થતી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યામાં ફાયદો કરે છે. તેનાથી હાડકાના દુખાવામાં પણ રાહત મળે છે.

આ પણ વાંચો: Acidity: એસિડિટી કાયમ રહે છે? તુરંત રાહત માટે ટ્રાય કરો આ ઘરેલુ ઉપાયોમાંથી કોઈ એક

હાઈ બ્લડ શુગર

તલ પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તલમાં એવા કાર્બ્સ અને પ્રોટીન હોય છે જે ડાયાબિટીસમાં લાભ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે તલ ખાવા લાભકારી છે. તેનાથી બોડી હેલ્ધી રહે છે, નબળાઈ દુર થાય છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

હાર્ટને રાખે છે હેલ્ધી

એક રિપોર્ટ અનુસાર તલમાં પોલીઅનસેચુરેટેડ ફેટ 41 ટકા સુધી હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં અસરદાર છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તો હૃદય રોગનું જોખમ ઘટે છે. જે લોકોને હાર્ટ સંબંધિત બીમારી હોય તે પણ તલ ખાઈ શકે છે.

આ પણ વાંચો: Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા

માસિક સંબંધિત સમસ્યાઓમાં તલ

જે મહિલાઓને માસિક સમયે વધારે દુખાવો થતો હોય તેમણે તલનું સેવન કરવું જોઈએ. માસિકના 4 થી 5 દિવસ પહેલા તલનો ઉકાળો બનાવીને પીવાથી માસિક સમયે દુખાવો અને ક્રેમ્પ નહીં થાય. તેના માટે 5 ગ્રામ તલને મોટું વાટી અને તેનો ઉકાળો બનાવી સવાર, સાંજ પી લેવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More