Home> Health
Advertisement
Prev
Next

Causes of Cancer: WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ પાવડર?

Causes of Cancer: ટેલ્ક એક નેચરલ રીતે મળી આવતું ખનીજ છે જેનું ખનન દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે મેકઅપ પ્રોડક્ટ જેમ કે આઈ શેડો, બ્લશ અને ટેલકમ બેબી પાવડરમાં કરવામાં આવે છે.

Causes of Cancer: WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ પાવડર?

Causes of Cancer: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કેન્સર રિસર્ચ એજન્સી આંતરરાષ્ટ્રીય કેન્સર શોધ સંસ્થાને ટેલ્કને માણસ માટે જોખમી ગણાવ્યો છે. સંસ્થાનું કહેવું છે કે આ પાવડરમાં કાર્સીનોજેનીક એટલે કે કેન્સર કરતાં ટોક્સિન હોય છે. જોકે એજન્સી એ વાત ઉપર પણ ભાર મૂક્યો છે કે આ મામલે હજુ પણ રિસર્ચ કરવાની જરૂર છે પરંતુ તેનો મતલબ એવો નથી કે આ રિસર્ચમાં કોઈ સત્ય નથી. 

fallbacks

મહિલાઓમાં કેન્સરનું જોખમ વધારે 

આ પણ વાંચો: ફિશ ઓઈલ સપ્લીમેંટ વધારી શકે છે હૃદયની બીમારીનું જોખમ, આ રીતે હાર્ટ પર કરે છે અસર

સંસ્થાનું કહેવું છે કે ટેલ્ક મહિલાઓમાં ઓવેરિયન કેન્સરનું કારણ બની શકે છે. ઉંદર પર કરેલી એક સ્ટડી પછી 100% પ્રમાણ મળ્યા છે કે ઉંદરમાં ટેલ્ક કેન્સર સાથે સંબંધિત છે. માનવ કોશિકાઓમાં ટેલ્કના હોવાના સંકેત મળ્યા છે. 

શું છે ટેલ્ક ? 

​આ પણ વાંચો: Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ

ટેલ્ક એક નેચરલ રીતે મળી આવતું ખનીજ છે જેનું ખનન દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે મેકઅપ પ્રોડક્ટ જેમ કે આઈ શેડો, બ્લશ અને ટેલકમ બેબી પાવડરમાં કરવામાં આવે છે. ટેલ્કનો ઉપયોગ પ્રોડક્ટમાં ભેજને અવશોષિત કરવા માટે, ક્રેકિંગ રોકવા માટે, અને ઉત્પાદનને અપારદર્શક બનાવવા માટે કરવામાં આવે છે. 

ટેલ્કથી કેન્સર કેવી રીતે થાય ? 

​આ પણ વાંચો: Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો

રિપોર્ટ અનુસાર બધા જ ટેલ્કના ઉપયોગથી કેન્સર નથી થતું. તેનું જોખમ વધારે ત્યારે હોય છે જ્યારે ટેલ્કના ખનન સ્થળને સાવધાનીપૂર્વક પસંદ કરવામાં ન આવે. જો ટેલ્ક એસ્બેસ્ટસથી દુષિત હોય તો તે જોખમી બની જાય છે. એસ્બેસ્ટસ કેન્સર કરનાર યૌગિક છે જેના સંપર્કમાં આવવાથી ફેફસામાં અને તેની આસપાસ કેન્સર થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More