ગુજરાત : દેશના લગભગ અડધાથી વધુ રાજ્યો કાતિલ ઠંડીની આગોશમાં છે. ત્યારે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ સ્વાઈન ફ્લૂનો કહેર વધ્યો છે. વાયરસથી થનારી આ બીમારી અંગે જો લાપરવાહી બતાવાય તો તે ગંભીર રૂપ અપનાવી લે છે. પરંતુ સારી વાત એ પણ છે કે, જો તેનો યોગ્ય સમયે ઈલાજ થાય તો તેનાથી બચી શકાય છે. જેમ જેમ ઠંડીનો કહેર વધે છે, તેમ સ્વાઈન ફ્લૂના દર્દી વધી રહ્યા છે. ત્યારે તમારા માટે એ જાણી લેવું જરૂરી છે કે, કયા પ્રકારના લોકોમાં સ્વાઈન ફ્લૂનો વાયરસ સૌથી પહેલા પ્રવેશે છે.
આવી રીતે ફેલાય છે
સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઈન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગ્રસ્ત થાય છે. ખાંસવા, છીંકવા કે આમને-સામને નિકટથી વાતચીત કરતા સમયે રોગીથી સ્વાઈન ફ્લૂના વાયરસ બીજા વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે. અનેક લોકોમાં આ સંક્રમણ બીમારીનું રૂપ નથી લેતી, અથવા અનેકવાર શરદી, ખાંસી અને ગળામાં ખારાશ સુધી સીમિત રહે છે.
આ લોકોને છે વધુ ખતરો
લક્ષણો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે