Home> Health
Advertisement
Prev
Next

Health Tips: દહીં-ખાંડ ખાવા શા માટે ગણાય છે શુભ ? જાણો આયુર્વેદમાં જણાવેલા 6 કારણો

Health Tips: દહીં અને ખાંડ ખાઈને ઘરેથી નીકળવું શુભ એટલા માટે પણ ગણાય છે કે તેનાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. દહીંમાં પાણી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ સહિતના પોષક તત્વો હોય છે અને ખાંડમાં કેલેરી અને ગ્લુકોઝ હોય છે જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. 

Health Tips: દહીં-ખાંડ ખાવા શા માટે ગણાય છે શુભ ? જાણો આયુર્વેદમાં જણાવેલા 6 કારણો

Health Tips: જ્યારે પણ ઘરેથી કોઈ મહત્વના કામ માટે નીકળવામાં આવે કે ઘરમાંથી કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ દેવા જતું હોય ત્યારે તેને દહીં અને ખાંડ ખવડાવીને મોઢું મીઠું કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. માનવામાં આવે છે કે દહીં અને ખાંડ ખાઈને ઘરેથી નીકળવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વર્ષોથી જે પ્રથા ચાલી આવે છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે.

fallbacks

દહીં અને ખાંડ ખાઈને ઘરેથી નીકળવું શુભ એટલા માટે પણ ગણાય છે કે તેનાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. દહીંમાં પાણી પ્રોટીન કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ સહિતના પોષક તત્વો હોય છે અને ખાંડમાં કેલેરી અને ગ્લુકોઝ હોય છે જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. 

આ પણ વાંચો:

કાન્હાની પ્રિય પંજરી સ્વાસ્થ્ય માટે લાભકારી, જાણો બનાવવાની રીત અને તેના લાભ વિશે

Health Tips: કેળા સાથે આ ફળ ખાવાની ન કરવી ભુલ, એકસાથે ખાવાથી શરીરમાં ફેલાશે ઝેર

શું તમને પણ મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ છે? તો તૈયાર રહો આ બીમારીઓ માટે

દહીં અને ખાંડ ખાઈને ઘરેથી નીકળવાથી મનને ઠંડક મળે છે અને પાચનતંત્ર શાંત રહે છે. દહીં અને ખાંડ ખાઈને ઘરેથી નીકળવાથી મન પણ નિયંત્રણમાં રહે છે જેના કારણે કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.

આયુર્વેદ અનુસાર દહીંની પ્રકૃતિ કફ વર્ધક છે. જ્યારે દહીંમાં ખાંડ મિક્સ કરવામાં આવે ત્યારે તે શરીરને ઠંડક આપનાર અને શાંત કરનાર બની જાય છે. દહીં અને ખાંડ ખાવાથી સ્ટ્રેસ અને થાક દૂર થાય છે.

દહીંમાં ખાંડ મિક્સ કરવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર પણ વધે છે જેના કારણે શરીરમાં નબળાઈ લાગતી નથી અને એનર્જી જળવાઈ રહે છે. આજ કારણ છે કે ઘરેથી નીકળતી વખતે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે જો દહીં અને ખાંડ ખાવામાં આવે તો દિવસ દરમિયાન એસિડિટી જેવી સમસ્યા થતી નથી. 

આયુર્વેદ અનુસાર દહીં ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે અને પેટ સંબંધિત સમસ્યા નથી થતી જો તમે તેમાં થોડી સાકર ઉમેરીને ખાવ છો તો તેના ફાયદા અનેક ઘણા બધી જાય છે. દહીં અને ખાંડ શરીરને પર્યાપ્ત માત્રામાં પોષણ આપે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More