Heart Attack: કરોડો દિલો પર રાજ કરતા બોલીવુડના અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે એટેક આવ્યો હતો. ગભરામણની ફરિયાદ બાદ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેને હાર્ટ અટેક આવ્યો તેને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે હાલ અભિનેતાની હાલત સ્થિર છે. શ્રેયસ તલપડે પણ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે તે એકદમ સ્વસ્થ હતો અને ઘરે પહોંચ્યા પછી તેને છાતીમાં દુખાવો શરૂ થયો.
જોકે માત્ર શ્રેયસ તલપડે નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી દેશભરના રાજ્યોમાં નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવ્યાની ઘટના વધવા લાગી છે. શ્રેયસ તલપડેને પણ માત્ર 47 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો છે આ ખૂબ જ ગંભીર બાબત છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે તેને લઈને સ્વાસ્થ્ય પણ આ અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે.
આ પણ વાંચો: Curd: શિયાળામાં આ 4 વસ્તુઓ ઉમેરીને ખાશો દહીં તો વાયડું નહીં પડે, શરીરને કરશે ફાયદો
પ્રીમેચ્યોર હાર્ટ એટેક
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે લોકોના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે હાર્ટ અટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ વાત સત્ય નથી. હાર્ટ એટેક આવવાનું કારણ વધતી ઉંમર નથી. લોકોની જીવનશૈલી, જેનેટીક હિસ્ટ્રી સિવાય અન્ય કારણો છે જે હાર્ટને અસર કરે છે.
નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણ
આ પણ વાંચો: શિયાળામાં આ સમયે ખાધેલું એક આમળું કરશે અનેક ફાયદા, આ 5 બીમારીની દવા પણ નહીં કરવી પડે
જેનેટિક હિસ્ટ્રી
જો તમારા પરિવારમાં પહેલાથી જ હૃદય રોગની હિસ્ટ્રી છે તો તમને પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનો સામનો કરવો પડી શકે છે. જે લોકોની ફેમિલી હિસ્ટ્રીમાં અન્ય કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તેવા લોકોને પણ હાર્ટના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.
બીમારીઓ
કેટલીક મેડિકલ કન્ડિશન જેમકે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
આ પણ વાંચો: રાત્રે આ વસ્તુઓ ખાવાથી 100 ની સ્પીડે વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો ચેતી જાજો
અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ
નાની ઉંમરમાં હાર્ટ અટેક આવવા પાછળ આ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સ્ટ્રેસ, ધુમ્રપાન અને દારૂનું સેવન તેમજ ખરાબ આહાર હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
હાર્ટ એટેકના લક્ષણ
શ્વાસ લેવામાં તકલીફ થવી, સતત થાક લાગવો, છાતીમાં હળવો દુખાવો અને ગભરામણ જેવી સ્થિતિને ક્યારેય અવગણવી નહીં. જો આ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચો: દૂધમાં ઉકાળીને રોજ ખાવી આ વસ્તુ, શરીરને મળશે ગરમી, ઠંડીમાં ફરી શકશો સ્વેટર વિના
આ સિવાય આજના સમયમાં હાર્ટ અટેકથી બચવું હોય તો પોતાના આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. જે લોકોને કોઈપણ પ્રકારનું વ્યસન હોય તેમણે વ્યસન છોડવું જોઈએ અને નિયમિત યોગ તેમજ કસરત કરવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે