વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, કોવિડ 19 ના પ્રસારમાં મોસમનો પ્રભાવ લગભગ ન બરાબર છે. સંક્રમણના પ્રસારમાં મોસમનું મહત્વ 3 ટકાથી પણ ઓછું છે અને આવા કોઈ વિશેષ મોસમના સંકેત પણ નથી મળ્યા, જેમાં કોરોના વાયરસ તેજીથી ફેલાઈ શકે.
તેઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના પ્રસારમાં મુસાફરી અને ઘરની બહાર રહેવાની ભૂમિકા પણ મહત્વની છે. આંકડા અનુસાર, બીમારીના પ્રસારમાં બંને કારણોનુ યોગદાન ક્રમશ 34 અને 26 ટકા છે.
ઝી મીડિયા/બ્યૂરો :જ્યારથી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે, ત્યારથી દરેક કોઈ એવુ જાણવા માંગે છે કે, શુ ઠંડીમાં કોરોનાના કેસ (corona case) વધશે. એક લેટેસ્ટ રિસર્ચમાં આ સવાલનો જવાબ મળ્યો છે. ભારતીય અમેરિકન રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણમાં તાપમાન કે હ્યુમિડિટીની કોઈ પ્રભાવી ભૂમિકા નથી. ઈન્ટરનેશનલ જનરલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત રિસર્ચમાં સંકેત મળે છે કે, કોરોના વાયરસનુ સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણ સમગ્ર રીતે માનવીય વ્યવહાર પર નિર્ભર કરે છે, ન તો ગરમી કે ઠંડી (winter) ની મોસમ પર....
રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, મોસમ માત્ર એ માહોલને પ્રભાવિત કરે છે, જેમાં કોરોના વાયરસ કોઈ નવી વ્યક્તિને સંક્રમિત કરતા પહેલા જીવંત રહે છે. રિસર્ચમાં કહેવાયું કે, ઋતુઓ માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. જેનાથી વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે.
અમેરિકાના ઓસ્ટિન સ્થિતિ ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર દેવ નિયોગીએ રિસર્ચનુ નેતૃત્વ કર્યુ. તેઓએ કહ્યું કે, મોસમનો પ્રભાવ ઓછો છે, અને અન્ય કારણો જમ કે લોકોનું આવનજાવન વગેરે સંક્રમણના પ્રસારમાં વધુ પ્રભાવી સાબિત થાય છે. સંક્રમણના પ્રસારના સંદર્ભમાં વિવિધ કારણો જોઈએ તો મોસમનો બદલાવ અંતમાં આવે છે.
રિસર્ચમાં મોસમને ‘હવાનું તાપમાન’ ની સરખામણીમાં બતાવવામાં આવ્યું છે, જે તાપમાન અને હ્યુમિડિટીનું સંયુક્ત મૂલ્ય છે. વૈજ્ઞાનિકોએ ફરી આ આધાર પર માર્ચથી જુલાઈ 2020 ની વચ્ચે અમેરિકાના વિવિધ વિસ્તારો, દેશ, દુનિયાના સ્તર પર કોરોના વાયરસના પ્રસારનો અભ્યાસ કર્યો. કાઉન્ટી અને રાજ્યના સ્તર પર રિસર્ચ કરનારાઓએ મોબાઈલ ફોન ડેટાના આધાર પર અનુમાન લગાવ્યું કે, કોરોના વાયરસના પ્રસાર અને માનવ વ્યવહારના સંબંધની પણ તપાસ કરી.
આ માનકો પર વિશ્લેષણ અને સંભવિત ત્રુટિઓનું આકલન કર્યા બાદ વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, કોવિડ 19 ના પ્રસારમાં મોસમનો પ્રભાવ લગભગ ન બરાબર છે. સંક્રમણના પ્રસારમાં મોસમનું મહત્વ 3 ટકાથી પણ ઓછું છે અને આવા કોઈ વિશેષ મોસમના સંકેત પણ નથી મળ્યા, જેમાં કોરોના વાયરસ તેજીથી ફેલાઈ શકે.
તેઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના પ્રસારમાં મુસાફરી અને ઘરની બહાર રહેવાની ભૂમિકા પણ મહત્વની છે. આંકડા અનુસાર, બીમારીના પ્રસારમાં બંને કારણોનુ યોગદાન ક્રમશ 34 અને 26 ટકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે