Shilajit Benefits: શિલાજીત પુરુષો માટે શક્તિવર્ધક પદાર્થ છે તેવું માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ પણ શિલાજીત લઈ શકે છે ? મહિલાઓ માટે પણ શિલાજીત વરદાન સાબિત થઈ શકે છે. જો શિલાજીતનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો મહિલાઓને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે તમને જણાવીએ મહિલાઓ શિલાજીતનું સેવન કઈ રીતે કરી શકે છે અને તેનાથી કયા ફાયદા થાય છે.
આયુર્વેદ અનુસાર શિલાજીત શરીર માટે વરદાન છે શિલાજીત માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ ઔષધી સમાન કામ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શિલાજીત ઘણા બધા પાવરફુલ પોષક તત્વોનો ખજાનો છે. શિલાજીતનું સેવન કરવાથી મહિલાઓની નબળાઈ પણ દૂર થઈ શકે છે. શિલાજીત મહિલાઓના શરીરમાં પણ શક્તિ વધારે છે.
આ પણ વાંચો:
Diabetes માં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે આ 3 વસ્તુ, તુરંત કરે છે અસર
Health Tips: દિવસમાં એકવાર બાફેલ ચણા ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ
આ 5 વસ્તુ ડાયાબિટીસના દર્દી માટે છે વરદાન, નિયમિત લેવાથી Blood Sugar રહેશે કંટ્રોલમા
શિલાજીત માત્ર પુરુષોની જ નહીં પરંતુ મહિલાઓની પ્રજનન ક્ષમતા પણ વધારે છે. સાથે જ ઈન્ફર્ટિલિટી ની સમસ્યા પણ દૂર થઈ શકે છે. શિલાજીત માં રહેલા ઔષધીય ગુણ ફર્ટીલિટીને બુસ્ટ કરે છે. મોટાભાગના લોકો એવું માને છે કે શિલાજીત માત્ર પુરુષોની ક્ષમતા વધારે છે પરંતુ શિલાજીત મહિલાઓ માટે પણ ફાયદાકારક છે.
શિલાજીતનું સેવન કરવાથી બ્લડ સુગર ને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. શિલાજીત એક રસાયણ છે જે શરીરમાં વાત, પિત્ત અને કફના વિકારને પણ કંટ્રોલ કરે છે. મહિલાઓ માટે શિલાજીત ટોનિક સમાન કામ કરે છે. જોકે 14 વર્ષથી નાની ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓ એ શિલાજીત ન લેવું જોઈએ.
શિલાજીત મહિલાઓ માટે ઇમ્યુનિટી બુસ્ટર પણ સાબિત થઈ શકે છે. શિલાજીતનું સેવન કરવાથી શરીર અંદરથી મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. શિલાજીતનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.
શિલાજીતનું સેવન કરવું હોય તો સૌથી અસરકારક ઉપાય દૂધ છે. દૂધમાં શિલાજીત ઉમેરીને પીવામાં આવે તો સૌથી વધુ ફાયદો થાય છે. દૂધ સાથે શિલાજીતને સવારે અને રાત્રે કોઈ પણ સમયે લઈ શકાય છે. જોકે દૂધમાં પણ ખૂબ જ ઓછી માત્રામાં શિલાજીત ઉમેરવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે