નવી દિલ્હીઃ આજના સમયમાં ફેટી લિવર એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇલને કારણે ફેટી લિવરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આજે અમે તમને ફેટી લિવરને લઈને કેટલીક ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા તમે ઘર પર ચેક કરી શકો છો કે તમે ફેટી લિવરથી પીડિત છો કે નહીં.
ઝડપથી વધી રહી છે ફેટી લિવરની બીમારી
ફેટી લિવર એક ગંભીર બીમારી છે. જે દેશમાં ઝડપથી વધી રહી છે. દર વર્ષે આ બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરી વિસ્તારમાં આ બીમારીના દર્દી વધારે છે. કારણ કે મોર્ડન લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનને કારણે આ બીમારીના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
ફેટી લિવરના કારણ
હેલ્થ એક્સપર્ટે જણાવ્યા અનુસાર ફેટી લીવરનું કારણ વધુ દારૂ પીવો, સ્ટ્રીટ ફૂડ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડને કારણે થાય છે. જે વ્યક્તિ દારૂ નથી પીતો તેને નોન-આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા હોય છે.
આ પણ વાંચોઃ ડાયાબિટીસના દર્દી માટે ગોળ સહિત આ વસ્તુઓ છે ઝેર સમાન, ખાવાથી વધી જાય છે જોખમ
આ તકનીકથી જાણી શકો છો લિવરમાં કેટલો ફેટ છે જમા
એક હેલ્ધી વ્યક્તિના ગર્દનની સાઇઝ 37 સેન્ટીમિટર હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિની ગરદનની સાઇઝ તેનાથી વધારે છે તો તેનો અર્થ છે કે તેનું લિવર ફેટી થઈ રહ્યું છે.જો છોકરા અને છોકરીઓ બંનેની જડબા દેખાતી હોય તો તે ખૂબ જ સારું છે. ખૂબ જાડી ગરદન સૂચવે છે કે તમારું લીવર અસ્વસ્થ છે.
તમારા કોલરની સાઇઝ તમને જણાવે છે કે તમે હેલ્ધી છો કે અનહેલ્ધી
ઘણીવાર મસાઓ ડાયાબિટીઝ, હાઈ બીપી અને ફેટી લિવરનો સંકેત હોઈ શકે છે. એક આંકડા પ્રમાણે આપણા દેશમાં આશરે 50 ટકા લોકોને ફેટી લિવરની સમસ્યા છે. આ નાની ઉંમરમાં પણ થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ વધતો મોટાપો અને ખોટું ખાનપાન છે. તેથી દરેકે સાવચેતી રાખવી જોઈએ. પુરૂષોની કમર 40 ઇંચથી ઓછી અને મહિલાઓ માટે 35 ઇંચથી ઓછી હોવી જોઈએ. તેનાથી વધુ હોવા પર હેલ્થ એક્સપર્ટ ફેટી લિવરનો સંકેત માને છે.
આ પણ વાંચોઃ હાઈ બીપીની દવા છે આ જ્યુસ, રોજ થોડું પીશો તો પણ કંટ્રોલમાં રહેશે High Blood Pressure
WHO ના રિપોર્ટ અનુસાર આશરે 25 ટકા વસ્તીને નોન-આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા છે. માત્ર અમેરિકામાં જ આશરે 100 મિલિયન લોકો આ બીમારીની ઝપેટમાં છે.
લિવર શું કામ કરે છે?
લિવર આપણા શરીરની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. ભોજન પચાવવાનું કામ પણ લિવર કરે છે. લિવર શરીરના લોહીને ફિલ્ટર કરે છે અને દારૂ અને નશીલી દવાઓ જેવા ઝેરી પદાર્થને તોડે છે.
Disclaimer: આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી વિધિ, રીત અને સૂચનનો અમલ કરતા પહેલા ડોક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે