Worst Food Combinations: ગરમીના દિવસોમાં કાકડી ખાવી ફાયદાકારક છે કાકડી ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરને ઠંડક પણ મળે છે. મોટાભાગના લોકો કાકડીને સલાડ તરીકે કે પછી રાયતામાં ઉમેરીને ખાવાનું પસંદ કરે છે. કાકડીનો ઉપયોગ સેન્ડવીચ જેવી વાનગીઓમાં પણ કરવામાં આવે છે. કાકડી ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે પરંતુ શું તમે જાણો છો કે કાકડીને ખોટી રીતે ખાવાથી તબિયત બગડી પણ શકે છે? ખોટી રીતે એટલે કે જો કાકડીને કેટલીક વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તે શરીર પર વિપરીત અસર કરે છે. આજે તમને કેટલી કેવી વસ્તુઓ વિશે જણાવીએ જેને કાકડી સાથે ખાવાથી તબિયત બગડી શકે છે.
આ વસ્તુઓ સાથે ન ખાવી કાકડી
આ પણ વાંચો: Bel Juice: ઉનાળામાં સવારે ખાલી બીલાનું શરબત પીવાથી થશે 5 જબરદસ્ત ફાયદા
ટમેટા
ઘણા લોકો ભોજન સાથે જ્યારે સલાડ બનાવે છે તો તેમાં ટમેટા અને કાકડી મિક્સ કરી દેતા હોય છે. પરંતુ કાકડી અને ટમેટા એક સાથે ખાવા ખતરનાક સાબિત થઈ શકે છે. ટમેટા અને કાકડીની પ્રકૃતિ અલગ અલગ હોય છે બંનેને એક સાથે ખાવાથી પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. કાકડી અને ટમેટા એક સાથે ખાવાથી પેટનું પીએચ બેલેન્સ બગડી શકે છે.
આ પણ વાંચો: રોજ 1 ચમચી ગુલકંદ ખાવાનું શરુ કરો, ગરમીના કારણે થતી 5 સમસ્યામાં દવા નહીં કરવી પડે
દહીં સાથે કાકડી
અનેક લોકો એવા હશે જે કાકડીનું રાયતું ખાવાનું પસંદ કરે છે. સાકરી કાકડીનું રાયતુ ઘણા લોકો સ્વાદ લઈને ખાતા હોય છે પરંતુ હકીકતમાં દહીં સાથે કાકડી ખાવી નુકસાનકારક છે. દહીં અને કાકડીનું કોમ્બિનેશન તબિયત બગાડી શકે છે. કાકડી અને દહીંને એક સાથે ખાવાથી ઉલટી અને ઝાડાની સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ
ખાટા ફળ સાથે કાકડી
ઘણા લોકો કાકડીમાં લીંબુનો રસ ઉમેરીને ખાતા હોય છે તો કેટલાક લોકો ખાટા ફળ એટલે કે સંતરા, દ્રાક્ષ જેવા ખાટા ફળ સાથે કાકડી થાય છે. આ રીતે કાકડી ખાવી નુકસાનકારક સાબિત થાય છે. ખાટા ફળ સાથે કાકડી ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે