Home> Health
Advertisement
Prev
Next

High Cholesterol: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Foods, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ

Worst Foods For High Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલના કારણે શરીરમાં બીમારીઓ વધવા લાગે છે. આજે તમને જણાવીએ જેમને પહેલાથી જ હાઈ કોલેસ્ટ્રોલ હોય તેમણે કઈ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
 

High Cholesterol: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Foods, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ

Worst Foods For High Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો હૃદય પર ખરાબ અસર પડે છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની શરૂઆત થઈ જાય છે. કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ખરાબ આહાર પણ હોય છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તેમણે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે હાઈ કોલેસ્ટ્રોલ વાળા લોકો માટે હાનિકારક સાબિત થાય છે.

fallbacks

આ પણ વાંચો: Jeera Water: સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી 2 ગંભીર બીમારીનું ઘટી જાય છે જોખમ

તળેલો ખોરાક 

હાઈ કોલેસ્ટ્રોલના દર્દી જો તળેલો ખોરાક વધારે ખાય તો તેમની હાલત બગડી શકે છે. ડીપ ફ્રાઈડ વસ્તુઓ જેમ કે ચિપ્સ, ફ્રાયસ, સમોસા, કચોરી વગેરે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે જેને ખરાબ અસર શરીર પર પણ દેખાય છે તેથી હંમેશા આવી વસ્તુઓ ખાવાથી બચવું. 

આ પણ વાંચો: આ છે દુનિયાના સૌથી હેલ્ધી ફુડ્સ, આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી બીમારીઓ રહે છે દુર

રેડ મીટ

જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે રેડ મીટ પણ ખાવું નહીં. કારણ કે મીટ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. રેડ મીટ એવો ખોરાક છે જે શરીરમાં ઝડપથી કોલેસ્ટ્રોલ વધારે છે. ફેટ વધારે પ્રમાણમાં હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ને વધારે છે. 

આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે

મીઠાઈ 

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો મીઠાઈનું સેવન પણ ઘટાડી નાખવું. મીઠાઈ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધી શકે છે. મીઠાઈ ખાવાથી શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે અને સાથે જ ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. 

આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?

ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ 

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ પણ ખાવા નહીં. ફેટવાળા ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. કોલેસ્ટ્રોલ પહેલાથી હોય તો ફેટ યુક્ત ડેરી પ્રોડક્ટ ખાવાથી બચવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More