Home> Health
Advertisement
Prev
Next

ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા

Diabetes Symptoms: અમેરિકન એડેડેમી ઓફ ડર્મિટોલોજી એસોસિએશનના જણાવ્યાં મુજબ સતત અને લાંબા સમય સુધી બગલોમાં, ગળા પર, હાથો પર કે બોડીના અનેક અંગોમાં થનારા ફેરફારને તમારે નજરઅંદાજ  કરવા જોઈએ નહીં. આ લક્ષણો બ્લડ શુગર હાઈ હોવાના હોઈ શકે છે. ડાયાબિટીસની બીમારીમાં સ્કીન પર કયા કયા ફેરફાર થાય તેની આ રીતે ઓળખ કરી શકો છો. 

ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં પેન્ક્રિયાઝ ઈન્શ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું કરે છે. ડાયાબિટીસની બીમારી થાય તો બોડીમાં તેના લક્ષણો જોવા મળે છે. ડાયાબિટીસના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તરસ વધુ લાગવી, ભૂખ વધુ લાગવી, યુરિન વધુ પ્રમાણમાં ડિસ્ચાર્જ થાય, તથા ઘા ભરાતા વાર લાગે એ સામાન્ય લક્ષણો છે. આ લક્ષણોની પકડ સરળતાથી થઈ જાય છે. 

fallbacks

ડાયાબિટીસની બીમારી થાય તો તેના લક્ષણો તમને તમારી સ્કીન ઉપર પણ જોવા મળી શકે છે. ભારત તો હવે જાણે ડાયાબિટીસનું હબ બની રહ્યું છે. જ્યાં ડાયાબિટીસ અને પ્રીડાયાબિટીસ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં 101 મિલિયન લોકોને ડાયાબિટીસ છે અને 136 મિલિયન લોકો પ્રીડાયાબિટીસ છે. પ્રી ડાયાબિટીસ એક એક એવી સ્થિતિ છે કે જો આ સમય દરમિયાન શુગરના લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો ડાયાબિટીસ જેવી ક્રોનિક બીમારીથી બચી શકાય છે. 

મેડિકલ સાયન્સ મુજબ પ્રી ડાયાબિટીસની સ્થિતિને સરળતાથી ખતમ કરી શકાય છે. પરંતુ ડાયાબિટીસ થાય તો ફક્ત તેને કંટ્રોલ કરી શકાય તેનો મૂળથી કોઈ ઈલાજ થઈ શકતો નથી. ડાયાબિટીસ તમારી સ્કીન સહિત બોડીના અનેક  ભાગોને પ્રભાવિત કરે છે. જ્યારે ડાયાબિટીસ સ્કીનને પ્રભાવિત કરે તો તેનો અર્થ સ્પષ્ટ છે કે તમે ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસના દર્દી છો અને શુગર કંટ્રોલ કરવા માટે તમે સારવાર કરી નથી. 

અમેરિકન એડેડેમી ઓફ ડર્મિટોલોજી એસોસિએશનના જણાવ્યાં મુજબ સતત અને લાંબા સમય સુધી બગલોમાં, ગળા પર, હાથો પર કે બોડીના અનેક અંગોમાં થનારા ફેરફારને તમારે નજરઅંદાજ  કરવા જોઈએ નહીં. આ લક્ષણો બ્લડ શુગર હાઈ હોવાના હોઈ શકે છે. ડાયાબિટીસની બીમારીમાં સ્કીન પર કયા કયા ફેરફાર થાય તેની આ રીતે ઓળખ કરી શકો છો. 

ગળા પર કાળા ધાબા
અમેરિકન એકેડેમની ઓફ ડર્મિટોલોજી એસોસિએશનના જણાવ્યાં મુજબ ગળા પર કાળા ધબ્બા હાઈ બ્લડ શુગરના કારણે હોઈ શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર હાઈ હોય તો ગળા પર કાળા ધબ્બા કે ડાર્ક પેચ બનવા લાગે છે. આ લક્ષણ બિલકુલ નજરઅંદાજ ન કરો અને તરત ડોક્ટરને દેખાડો. 

અંડરઆર્મ્સમાં ડાર્ક પેચ હોવા
અંડરઆર્મ્સ કાળા હોવા માટે આપણે સાફ સફાઈ બરાબર ન થવી, હાઈપરપિગ્મેન્ટેશન, લેઝરનો ઉપયોગ, ડેડ સ્કીન જમા થવી વગેરેને જવાબદાર માનીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે અંડરઆર્મ્સ કાળા હોવાનું એક કારણ હાઈ બ્લડ શુગર પણ છે. તમારું ગળું, બગલ, કમર કે અન્ય જગ્યાઓ પર મખમલી સ્કીનનો એક ડાર્ક પેચ હોવાનું કારણ એ પણ હોઈ શકે કે તમારા બ્લડમાં વધુ પડતી શુગર છે. આ પ્રી ડાયાબિટીસનો સંકેત હોય છે. સ્કીન પર થનારી આ પરેશાનીને અકન્થોસિસ નિગરિકન્સ કહે છે. 

હાર્ડ અને મોટી સ્કીન
જે લોકોને બ્લડ શુગર હાઈ હોય તેમની સ્કીન હાર્ડ અને મોટી  થઈ જાય છે અને દર વખતે સૂજેલી લાગે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તો પણ શુગરના દર્દીઓની સ્કીન આ પ્રકારની જોવા મળે છે. તેનું મેડિકલ નામ સ્કેલેરેડિમા ડાયાબિટીકોરમ છે. આ પરેશાન મોટાભાગે પીઠ પર થાય છે અને ધીરે ધીરે ખભા, ગળા, અને બોડીના અનેક ભાગો જેમ કે હાથ અને પગ પર થઈ શકે છે. 

સ્કીન પર નાની નાની ફંગસ આવવી
બેકાબૂ ડાયાબિટીસ ટ્રાઈગ્લિસરાઈડ્સના વધુ પડતા ઉચ્ચ સ્તરનું કારણ બની શકે છે. ટ્રાઈગ્લિસરાઈડ્સ એક પ્રકારની ફંગસ છે જે બ્લડમાં ફેલાય છે. સ્કીનમાં થનારી આ પ્રકારની સ્થિતિને ઈરપ્ટિવ જેન્થોમેટોસિસ કહે છે. 

પાંપણો પર અને તેની આજુબાજુ પીળા ચીકણા ધબ્બા
આંખની પાંપણો અને તેની આજુબાજુ પીળા ચીકણા ધબ્બા થવા એ તમારા બ્લડમાં ફેટનું સ્તર હાઈ હોવું જણાવે છે. આંખોની આજુબાજુ પર દેખાતા આ લક્ષણો જણાવે છે કે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી. આ સ્થિતિને મેડિકલ ભાષામાં જેન્થિલાસ્મા કહે છે. તમારી સ્કીનનો રંગ ગમે તે હોય પરંતુ તે ધબ્બા પીળા કે પીળા નારંગી રંગના દેખાય છે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More