Home> India
Advertisement
Prev
Next

દ.કોરિયા: PM મોદીને મળ્યો સિયોલ શાંતિ પુરસ્કાર, ભારતીયોને કર્યો સમર્પિત

પીએમ મોદી દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે આજે પીએમ મોદીએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીને અહીં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. 

દ.કોરિયા: PM મોદીને મળ્યો સિયોલ શાંતિ પુરસ્કાર, ભારતીયોને કર્યો સમર્પિત

સિયોલ: પીએમ મોદી દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે આજે પીએમ મોદીએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીને અહીં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. આ પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા ભારતીય છે. પેનલે પીએમ મોદીને વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર શાંતિ અને સદ્ભાવના સ્થાપિત કરવા માટેના તેમના પ્રયત્નો બદલ આ પુરસ્કાર આપ્યો છે. પીએમ મોદી આ પુરસ્કાર મેળવનારા દુનિયાના 14માં વ્યક્તિ છે. વિશ્વ શાંતિ માટે આ  પુરસ્કાર અપાય છે. 

fallbacks

પુરસ્કાર મેળવ્યાં બાદ પીએમ મોદીએ કહ્યું કે આ મારા એકલાનું સન્માન નથી. પરંતુ સમગ્ર ભારતનું સન્માન છે.  તેમણે કહ્યું કે આ સન્માન હેઠળ મળેલી રકમ હું નમામિ ગંગે પ્રોજેક્ટને સમર્પિત કરું છું. આ અગાઉ આજે સવારે પીએમ મોદીએ દુનિયાના તમામ દેશોને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવા માટે આહ્વાન કર્યું હતું. 

તેમણે કહ્યું હતું કે આજે ભારતના ગૃહ મંત્રાલય અને કોરિયાની રાષ્ટ્રીય પોલીસ એજન્સી વચ્ચે સંપન્ન થયેલી સમજૂતિ આતંકવાદ વિરુદ્ધની લડાઈના અમારા સહયોગને વધુ આગળ ધપાવશે. હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક સમુદાય પણ વાતોથી આગળ વધીને આ સમસ્યાના વિરોધમાં એકજૂથ થઈને કાર્યવાહી કરે. 

કેમ ખાસ છે આ પુરસ્કાર?
અત્રે જણાવવાનું કે પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કાર 1990થી આપવામાં આવે છે. આ પુરસ્કાર અત્યાર સુધી સયુંક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાન, જર્મન ચાન્સેલર મર્કેલ જૈવી હસ્તીઓને મળી ચૂક્યો છે. 

આ એવોર્ડ માટે દુનિયાભરમાંથી 1300 જેટલા નામાંકન આવ્યાં હતાં. એવોર્ડ કમિટીએ 150 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કર્યાં અને તેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી થઈ. કમિટીએ પીએમ મોદીને 'ધ પરફેક્ટ કેન્ડિડેટ ફોર ધ 2018 સિયોલ પીસ પ્રાઈઝ' ગણાવ્યાં છે. 

પુલવામા આતંકી હુમલા પર મળ્યો દક્ષિણ કોરિયાનો સાથ
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દક્ષિણ કોરિયા પહોંચેલા પીએમ મોદીને આતંકવાદ સામેની લડાઈમાં રાષ્ટ્રપતિ મૂન જે ઈનનો પણ  સાથ મળ્યો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પુલવામા હુમલાની નીંદા કરી. બંને દેશોની એજન્સીઓમાં સમજૂતિ થઈ છે કે તેઓ આતંકવાદ વિરુદ્ધ લડશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 જુઓ ZEE 24 કલાક-  LIVE TV 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More