Home> India
Advertisement
Prev
Next

Heart Attack: 16 વર્ષના વિદ્યાર્થીને સ્કુલમાં હાર્ટ એટેક આવતા મોત, સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ

10 Class Student got Heart Attack: વાયરલ સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે 16 વર્ષીય આ વિદ્યાર્થી સ્કૂલબેગ સાથે સ્કુલની લોબીમાં આરામથી જઈ રહ્યો હોય છે. તે થોડો આગળ વધે છે કે અચાનક જ પડી જાય છે. તેને જોઈ તુરંત જ સ્કૂલનો સ્ટાફ અને અન્ય વિદ્યાર્થી તેની પાસે પહોંચી જાય છે.

Heart Attack: 16 વર્ષના વિદ્યાર્થીને સ્કુલમાં હાર્ટ એટેક આવતા મોત, સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ

10 Class Student got Heart Attack: વર્તમાન સમયમાં નાની ઉંમરમાં કેન્સર, સ્ટ્રોક, ટ્યુમર, બ્રેન ડેડ અને હાર્ટ એટેક જેવી બીમારીના મામલા વધતા જાય છે. ખાસ તો હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ દેશભરમાં વધી રહી છે. કેટલીક વખત તો એવી ઘટના સામે આવે કે આશ્ચર્ય થઈ જાય. આવો જ એક મામલો રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં સ્કૂલમાં જ એક વિદ્યાર્થી ચાલતો ચાલતો અચાનક બેભાન થઈ ઢળી જાય છે અને પછી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે તો ખબર પડે છે કે વિદ્યાર્થીને હાર્ટ અટેક આવી ગયો હતો. જેના કારણે તેનું મોત થઈ ગયું.

fallbacks

આ પણ વાંચો:  Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ

આ ઘટનામાં વિદ્યાર્થીના પરિવારના લોકોએ કહ્યું હતું કે તેને હાર્ટ સંબંધિત બીમારી હતી. જેના કારણે પંદર દિવસ પહેલા તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવો પડ્યો હતો. સારવાર લીધા પછી વિદ્યાર્થી સ્વસ્થ થઈ જતાં સ્કૂલે આવવા લાગ્યો હતો. પરંતુ અચાનક જ સ્કૂલમાં જ તેનું મોત નીપજ્યું. વિદ્યાર્થીને હાર્ટ એટેક કેવી રીતે આવે છે તે સ્કુલના સીસીટીવીમાં રેકોર્ડ થયું છે. આ સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

આ પણ વાંચો:  રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ

વાયરલ સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે 16 વર્ષીય આ વિદ્યાર્થી સ્કૂલબેગ સાથે સ્કુલની લોબીમાં આરામથી જઈ રહ્યો હોય છે. તે થોડો આગળ વધે છે કે અચાનક જ પડી જાય છે. તેને જોઈ તુરંત જ સ્કૂલનો સ્ટાફ અને અન્ય વિદ્યાર્થી તેની પાસે પહોંચી જાય છે. 

વિદ્યાર્થીને સ્કૂલના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો અને તેના પરિવારને પણ જાણ કરવામાં આવી. જોકે હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરે જણાવ્યું કે તેનું મોત નીપજ્યું છે. જ્યારે ડોક્ટરે પોસ્ટમોર્ટમ વિશે પૂછ્યું તો બાળકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમની મનાઈ કરી દીધી ડોક્ટરે એ વાતની પુષ્ટિ કરી હતી કે બાળકના શરીર પર ઇજાના કે અન્ય કોઈ નિશાન નથી તેથી હાર્ટ એટેક સિવાય અન્ય કોઈ કારણસર તેનું મોત થયું હોય તેની સંભાવના નહીંવત છે.

આ પણ વાંચો:  ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી

ડોક્ટરે જણાવ્યું કે 16 વર્ષના આ વિદ્યાર્થીને સવારમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરંતુ બાળક હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે તેનું હાર્ટ બંધ થઈ ગયું હતું. તેને સીપીઆર આપીને પણ ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે મૃત અવસ્થામાં જ હોસ્પિટલ પહોંચ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More