Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારે દુષ્કર્મ જેવી ઘટનાઓમાં જલદી ન્યાય મળે તે માટે લીધો મોટો નિર્ણય

કાયદા મંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને રેપ અને પોસ્કોના કેસોની તપાસ 2 મહિનામાં પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં 700 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. જેમાં વધુ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટનો વધારો થશે. 

મોદી સરકારે દુષ્કર્મ જેવી ઘટનાઓમાં જલદી ન્યાય મળે તે માટે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: બળાત્કાર (Rape) જેવી હીચકારી ઘટનાઓ પર રોક લગાવવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આવી ઘટનાઓમાં જલદી ન્યાય થાય તે માટે દેશભરમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ ખુલશે. મોદી સરકાર ઈચ્છે છે કે રેપ અને પોસ્કો કેસની તપાસ 2 મહિનામાં પૂરી થાય અને આવા કેસોમાં ટ્રાયલ 6 મહિનામાં પૂરી થવી જોઈએ. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad) તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને ફાસ્ટ કોર્ટ ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. 

fallbacks

કાયદા મંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને રેપ અને પોસ્કોના કેસોની તપાસ 2 મહિનામાં પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં 700 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. જેમાં વધુ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટનો વધારો થશે. 

અત્રે જણાવવાનું કે હૈદરાબાદમાં 23 વર્ષની પશુચિકિત્સક સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસે આખા દેશને હચમચાવી નાખ્યો. 2012માં ઘટેલા નિર્ભયા રેપ અને હત્યાકાંડમાં પણ હજુ સુધી દોષિતોને ફાંસી મળી નથી. મહિલાઓ વિરુદ્ધ જાતિય હિંસાના અનેક મામલાઓ સંદર્ભે કેન્દ્ર સરકારે મંગળવારે (10 ડિસેમ્બર) કહ્યું હતું કે મહિલા સુરક્ષા તેમની ઉચ્ચ પ્રાથમિકતામાં છે અને તેમણે દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક પહેલ કરી છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ લોકસભામાં મંગળવારે એક લેખિત જવાબમાં જાતિય હિંસાના અપરાધીઓ પર એક ડેટાબેસ લોન્ચ કરવા સહિત મહિલાઓ વિરુદ્ધના અપરાધોને રોકવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અંગે જણાવ્યું. 

તેમણે કહ્યું કે અપરાધિક કાનૂન (સંશોધન), અધિનિયમ 2013ને જાતિય અપરાધોને રોકવા માટે લાગુ કરાયો હતો. તેના પાંચ વર્ષ બાદ અપરાધિક કાનૂન (સંશોધન) અધિનિયમ 2018ને કડક દંડાત્મક જોગવાઈ માટે અમલમાં લવાયો જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે દુષ્કર્મ માટે મોતની સજા સામેલ છે. આ અધિનિયમમાં પ્રત્યેક બે મહિનાની અંદર સુનાવણી તથા તપાસ પૂરી કરવી જરૂરી છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More