Home> India
Advertisement
Prev
Next

Tamil Nadu માં મોટી દુર્ઘટના, ફટાકડા ફેક્ટરીમાં આગથી 11 લોકોના મોત; PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

તમિલનાડુના વિરુધુનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ચપેટમાં આવતા 11 લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. ત્યારે આ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

Tamil Nadu માં મોટી દુર્ઘટના, ફટાકડા ફેક્ટરીમાં આગથી 11 લોકોના મોત; PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હી: તમિલનાડુના (Tamil Nadu) વિરુધુનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. આ આગની ઝપેટમાં આવતા 11 લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ચાર વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થળ પર હાજર ફાયરબ્રિગેડની 6થી વુધ ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રય્તન કરી રહી છે, પરંતુ ફટાકડાની અંદર વારંવાર વિસ્ફોટ થઈ રહ્યા છે.

fallbacks

આ ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમિલનાડુના વિરુધુનગરમાં સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં આગની દુર્ઘટના બની છે. દુ:ખના આ સમયમાં મારી સંવેદનાઓ આ પીડિત પરિવારની સાથે છે. આશા કરું છુ કે, જે પણ ઘાયલ થયા છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. આ ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ માટે તંત્ર કામ કરી રહ્યુ છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટને તમે પણ વાંચી શકો છો.

આ પણ વાંચો:- ભારત 7 મિલિયનથી વધારે લોકોનું સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ

પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) ટ્વિટર પર પણ જાણકારી આપી છે કે, આ ઘટનામાં મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષથી 2 લાખ રૂપિયા અને ગંભીર રીતથી ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયએ તેમના ટ્વીટમાં લખ્યું- તમિલનાડુના વિરુધુનગરમાં આગ લાગવાની ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને આશ્રિતોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી (PMNRF) 2-2 લાખ રૂપિયાની મદદ આપવાની મંજૂરી આપી છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને 50-50 હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે.

આ પણ વાંચો:- TMC ને ચૂંટણી ટાણે મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ રાજ્યસભામાં કરી રાજીનામાની જાહેરાત

આ ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુ:ખ વ્યક્ત કરતા રાજ્ય સરકારને પીડિતોની મદદ કરવા માટે કહ્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરતા કહ્યું છે, તમિલનાડુના વિરુધુનગરની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગના પીડિતો સાથે દિલથી સંવેદનાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More