મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)નો સૌથી વધુ ભોગ બનેલા મહારાષ્ટ્ર માટે સારા સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત 12 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. મંગળવારે વધુ ચાર મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી કોરોના દર્દીઓની કુલ સંખ્યા 101 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં બે લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજીતરફ બે અલગ મામલામાં પોલીસે ગેરમાર્ગે દોરવા અને અલગ રહેવાના આદેશનો ભંગ કરવા માટે એક વ્યક્તિ અને મહિલા પર કેસ દાખલ કર્યો છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં Covid-19 બીમારીથી ગ્રસિત 12 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. એક વરિષ્ય સ્થાનિક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે. મહાનગર પાલિકા (બીએમસી)ના નાયબ નિયામક દક્ષા શાહે કહ્યું, 'કોરોના વાયરસથી સંક્રમિત 12 દર્દીઓનો તપાસનો રિપોર્ટ હાલ નેગેટિવ આવ્યો છે. પાછલા કેટલાક દિવસથી બીએમસીની અલગ-અલગ હોસ્પિટલોમાં તેની સારવાર ચાલી રહી હતી.'
12 થયા સ્વસ્થ, મળશે રજા
બીએમસીના એક અન્ય અધિકારીએ કહ્યું, 'પાછલા કેટલાક દિવસોમાં આ દર્દીઓની સ્થિતિ સારી થઈ છે. તેના તાજા સ્વેબના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.' અધિકારીએ કહ્યું કે અધિકારીઓએ આ દર્દીઓને જલદી હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં પોલીસને કોઈ કંપની વિશે ખોટી જાણકારી આપવા માટે એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કાસરવડવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક કિશોર ખૈરનારે જણાવ્યું કે, શહેરમાં બંધ લાગૂ થયા બાદ શ્રેયસ ગવાસ નામના વ્યક્તિએ સોમવારે પોલીસ નિયંત્રણ રૂમમાં વારંવાર ફોન કરી ક્ષેત્રમાં કોઈ કંપનીમાં કામ ચાલુ હોવાની વાત કરતો હતો. ખૈરનારે કહ્યું કે, ગવાસે પોલીસને ગેરમાર્ગે દોરી અને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. ગવાસ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો હોમ ક્વોરનટાઇનનો ભંગ કરનાર એક મહિલા વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે