Home> India
Advertisement
Prev
Next

UP: પરિવારની સામે જ કિશોરીને ઉઠાવી ગયા, 6 લોકોએ આચર્યું દુષ્કર્મ !

અલીગઢ જિલ્લાનાં ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની નૃશંસ હત્યાની શાહી હજી સુકાઇ નથી કે યુપીમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યનાં કુશીનગરમાં રવિવારે 6 લોકોએ એક 12 વર્ષની દલિય બાળકી સાથે ગેંગરેપ કર્યો છે. પોલીસના અનુસાર ઘટના અહિરૌલી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગામની છે. 

UP: પરિવારની સામે જ કિશોરીને ઉઠાવી ગયા, 6 લોકોએ આચર્યું દુષ્કર્મ !

નવી દિલ્હી : અલીગઢ જિલ્લાનાં ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની નૃશંસ હત્યાની શાહી હજી સુકાઇ નથી કે યુપીમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યનાં કુશીનગરમાં રવિવારે 6 લોકોએ એક 12 વર્ષની દલિય બાળકી સાથે ગેંગરેપ કર્યો છે. પોલીસના અનુસાર ઘટના અહિરૌલી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગામની છે. 

fallbacks

અલીગઢ: બાળકીનાં પિતાનું CM યોગી આદિત્યનાથને મળવાનો ઇન્કાર, ફાંસીની માંગ
અત્યાર સુધી 6માંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે બેને પકડવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. એસપી આરએન મિશ્રાએ કહ્યું કે, 6 આરોપીઓની વિરુદ્ધ POCSO એક્ટ, એસસી/એસટી એક્ટ અને આઇપીસી સેક્શન 376 (બળાત્કાર) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે મોકલી અપાઇ છે. 

મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી કથળી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

પશ્ચિમ બંગાળમાં સતત ચાલી રહી છે, ભાજપ સોમવારે મનાવશે કાળો દિવસ
અહેવાલ અનુસાર શુક્રવારે આરોપીઓએ ડ્રેનેજ ચેનલનાં કન્સ્ટ્રક્શન મુદ્દે યુવતીનાં પરિવાર સાથે ઝગડો થયો. સાંજે તેમણે પરિવારની સામે જ યુવતીને ઉઠાવી લીધી અને તેના પર દુષ્કર્મ આચર્યું. હવે પરિવારવાળોએ તેનો વિરોધ કર્યો તો આરોપીઓએ તેને માર માર્યો. શનિવારે પીડિતાની માંએ પોલીસમાં લેખીત ફરિયાદ દાખલ કરી ત્યાર બાદ કેસ દાખલ કરવામાં આવી. 

તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી
બીજી તરફ ભોપાલમાં પણ એક વર્ષમાં 8 વર્ષની બાળકીનું શબ નાળામાં મળી આવતા સનસની ફેલાઇ ગઇ. જ્યારે પોસ્ટમોર્ટમ થઇ તો તેની સાથે રેપની પૃષ્ટી કરવામાં આવી. બાળકી શનિવારે સાંજે ગુમ થઇ હતી. મધ્યપ્રદેશમાં ગૃહમંત્રી બાલા બચ્ચને જણાવ્યું કે, મુખ્ય આરોપીની ઓળખ કરવામાં આવી છે. તેની માહિતી મળી ચુકી છે અને ઝડપથી તેની ધરપકડ કરવામાં આવશે. આ મુદ્દે 6 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેંડ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More