Home> India
Advertisement
Prev
Next

MP: ઉલટી આવી તો ચાલુ બસમાંથી બાળકીએ માથુ કાઢ્યુ બહાર, સામેથી આવતા ટ્રક સાથે ટકરાતા થઈ ગયું અલગ

truck accident: જ્યારે મુસાફરી કરતા હોવ ત્યારે બસની બારીમાંથી માથુ બહાર કાઢવુ ક્યારેક ભારે પડી શકે છે. આવી એક ઘટના મધ્યપ્રદેશના ખંડવાથી સામે આવી છે. 

MP: ઉલટી આવી તો ચાલુ બસમાંથી બાળકીએ માથુ કાઢ્યુ બહાર, સામેથી આવતા ટ્રક સાથે ટકરાતા થઈ ગયું અલગ

ખંડવાઃ મધ્યપ્રદેશના ખંડવામાં ખુબ જ દુખદાયક અકસ્માતમાં એક બાળકીનું મોત થઈ ગયું છે. જાણકારી પ્રમાણે બસમાં યાત્રા દરમિયાન બાળકીને અચાનક ઉલટી થઈ તો તેણે બારીમાંથી ડોક બહાર કાઢી હતી. ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે 13 વર્ષીય બાળકીનું માથુ ટકરાયુ. દુર્ઘટના એટલી ભયાનક હતી કે માથાની ઉપરનો ભાગ કપાયને અલગ થઈ ગયો, અને ઘટનાસ્થળે બાળકીનું મોત થયું હતું. 

fallbacks

અધિક પોલીસ અધિક્ષક સીમા અલાવાએ જણાવ્યુ કે, આ દુર્ઘટના મંગળવારે સવારે 9.30 કલાક આસપાસ ઈન્દોર-ઇચ્છાપુર રાજમાર્ગ પર રોશિયા ફાટા પર થઈ હતી. તેમણે કહ્યું કે મૃત બાળકીની ઉંમર તમન્ના (13) ના રૂપમાં થઈ છે. તે ખંડવાની રહેવાસી હતી. સીમાએ જણાવ્યું કે દુર્ઘટના સમયે તમન્નાની સાથે તેના માતા રૂખસાના અને મોટી બહેન હીના પણ તે બસમાં સવાર હતી. ત્રણેય ખંડવાથી બડવાહ પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યાં હતા. 

આ પણ વાંચોઃ West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ  

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસમાં યાત્રા દરમિયાન ઉલટી કરવા માટે તમન્નાએ માથુ બારી બહાર કાઢ્યુ ત્યારે સામે આવી રહેલા ટ્રક સાથે ટકરાયું હતું. જેથી તેના માથાનો ઉપરનો ભાગ કપાયને અલગ થઈ ગયો અને તેનું મોત થયું. તેમણે કહ્યું કે, ટ્રકને પોલીસે કબજામાં લઈ લીધો છે, જ્યારે ટ્રક ચાલક ફરાર છે. દુર્ઘટના સમયે આ બસ ખંડવાથી ઈન્દોર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઈન્દોરથી આવી રહ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More