Home> India
Advertisement
Prev
Next

UP: કાનપુરમાં ગમખ્વાર અકસ્માત, બસ-જેસીબી અને ટેમ્પોમાં ટક્કર, 17ના મોત

ઈજાગ્રસ્તોને લોડરની સહાયતાથી કાનપુર હેલટ લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર દુર્ઘટના ઓવરટેક કરવાના ચક્કરમાં થઈ છે. 

UP: કાનપુરમાં ગમખ્વાર અકસ્માત, બસ-જેસીબી અને ટેમ્પોમાં ટક્કર, 17ના મોત

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. એસી બસ, જેસીબી અને ટેમ્પોની ટક્કરમાં 17 લોકોના મોત થયા છે. સચેન્ડીની પાસે એક બિસ્કિટ ફેક્ટરીની સામે આ અકસ્માત થયો છે. ગમખ્વાર અકસ્માતમાં બન્ને ગાડીઓ પલ્ટી મારી ગઈ હતી. દુર્ઘટનામાં ચારની સ્થિતિ ગંભીર છે. 

fallbacks

ઈજાગ્રસ્તોને લોડરની સહાયતાથી કાનપુર હેલટ લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર દુર્ઘટના ઓવરટેક કરવાના ચક્કરમાં થઈ છે. મોત અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની શક્યતા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

આ પણ વાંચો- ખાનગી હોસ્પિટલો માટે Corona Vaccine Price નક્કી, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત  

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ સ્થળ પર પહોંચીને દરેક મદદ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. ઈજાગ્રસ્તોને સારી સારવાર માટે વ્યવસ્થા કરવાનું કહ્યું છે. 

જાણવા મળી રહ્યું છે કે અકસ્માત બાદ તત્કાલ પોલીસની ગાડીઓ સચેન્ડી પીએચસી-સીએચસી સ્થળ પર પહોંચ્યા હતા. રાત્રે અંધારામાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. બસમાં સવાર લોકોને પણ ઈજા પહોંચી છે. હોસ્પિટલ પહોંચાડ્યા પહેલા જ 16 લોકોના મોત થઈ ચુક્યા હતા. હજુ સુધી ઈજાગ્રસ્તોની સ્પષ્ટ જાણકારી મળી શકી નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More