કર્મચારીઓ માટે વળી પાછા સારા સમાચાર છે. મોદી સરકારે LIC કર્મચારીઓના ઓવરઓલ પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. તેનાથી લગભગ એક લાખ કર્મચારીઓ અને 30,000 પેન્શનર્સને સીધો ફાયદો થશે. રિપોર્ટ મુજબ આ વધારો ઓગસ્ટ 2022થી લાગૂ ગણાશે. આ વધારાથી કંપની પર વાર્ષિક 4000 કરોડ રૂપિયાનો બોજો પડશે. 15 માર્ચના રોજ બીએસઈ પર એલઆઈસીના શેર 3.4 ટકા ગગડીને 926 પર બંધ થયા હતા.
બે વર્ષનું મળશે એરિયર
એલઆઈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે એક ઓગસ્ટ 2022થી 1.10 લાખ કર્મચારીઓ માટે 17 ટકા પગાર વધારા પર મંજૂરી આપી દીધી છે. આ વધારા સાથે જ એલઆઈસીના કર્મચારીઓને બે વર્ષના પગારનું એરિયર પણ મળશે. એલઆઈસીના કર્મચારીઓના પગાર વધારાના નિર્ણયથી વાર્ષિક 4000 કરોડનો નાણાકીય બોજો પડશે. આ સાથે જ એલઆઈસીનો પગારનો ખર્ચો પણ વધીને 29000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામશે ટક્કર? કોણ બનશે દેશમાં નંબર
LIC of India's Wage Hike News pic.twitter.com/eqWVyAzfnA
— LIC India Forever (@LICIndiaForever) March 15, 2024
એનપીએસમાં વધ્યું યોગદાન
કેન્દ્ર સરકારે એલઆઈસીના કર્મચારીઓ માટે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાનને 10 ટકાથી વધારીને 14 ટકા કરી દીધુ છે જેનાથી એવા 24000 કર્મચારીઓને મોટો ફાયદો થશે જેમણે 1 એપ્રિલ 2010ની આજુબાજુ જોઈન કર્યું છે.
કાર કે બાઈક પાછળ અચાનક કેમ દોડવા લાગે છે કૂતરા? જાણો કારણ, અને તે વખતે બચવા શું કરવુ
આટલું વધ્યું છે ડીએનએ
અત્રે જણાવવાનું કે આ વધારો સરકાર દ્વારા હાલમાં જ મોંઘવારી ભથ્થા (DA) માં 50 ટકાના વધારા બાદ આવ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. અત્રે જણાવવાનું કે 7માં પગાર પંચની ભલામણો મુજબ આ વધારા સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ટેકહોમ સેલેરી પેકેજમાં વધારો નક્કી છે. સાતમા પગાર પંચની ભલામણો મુજબ HRA વધારા માટે ત્રણ કેટેગરી હેઠળ શહેરોને વહેંચવામાં આવેલા છે. જેમાં એક્સ, વાય અને ઝેડ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે