Home> India
Advertisement
Prev
Next

1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો, 15 દોષિતની સજા કરી રદ્દ

દિલ્હી હાઈકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોમાં લગભગ 83 લોકોને દોષી ઠેરવવા અને 5 વર્ષની સજા ફટકારવાના નીચલી અદાલતના ચૂકાદાને યથાવત રાખ્યો હતો 
 

1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો, 15 દોષિતની સજા કરી રદ્દ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1984 શીખ રમખાણો કેસમાં 15 દોષિતને રાહત આપતા તેમની સજા રદ્દ કરી દીધી છે. સુપ્રીમે તેમને મુક્ત કરતા જણાવ્યું કે, પોલીસ પોતે જ સ્વીકારે છે કે રમખાણો દરમિયાન આ લોકોને કોઈએ જોયા નતી કે કોઈએ તેમની ઓળખ કરી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કોઈ પણ પુરાવા વગર હાઈકોર્ટે તેમને સજા કેવી રીતે ફટકારી દીધી. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરીમાં આગ લગાડવી અને શીખ વિરોધી રમખાણો ભડકાવવાના આરોપમાં આ તમામ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જોકે, હવે આ દોષિતો સામે પુરાવા ન હોવાને કારણે સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરી દીધા છે. 

fallbacks

હાઈકોર્ટે નીચલી અદાલતના ચૂકાદાને યથાવત રાખ્યો હતો
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોના કેસમાં લગભગ 83 લોકોને દોષીત ઠેરવવા અને 5 વર્ષની જેલની સજા ફટકારવાના નીચલી અદાલતના ચૂકાદાને યથાવત રાખ્યો હતો. નીચલી અદાલતે ઘર સળગાવવા અને રમખાણો દરમિયાન કરફ્યુના ઉલ્લંઘન કરવા માટે આ લોકોને દોષીત ઠેરવ્યા હતા. દોષિતોએ આ ચૂકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આ લોકોની અપીલને ફગાવી દીધી હતી અને ત્યાર પછી તમામ દોષીતોએ ચાર અઠવાડિયાના અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આથી, તેમાંથી 15 દોષિતોએ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 

88 લોકોએ કરી હતી અપીલ
આ અગાઉ દ્લિહીના કડકડડૂમા કોર્ટે રમકાણો ભડકાવવા, ઘર સળગાવવા અને ધારા 144નું ઉલ્લંઘન કરવાના આરોપમાં વર્ષ 1996માં 107 લોકોને 5 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર પછીઆ 88 લોકોએ આ સજા સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ તમામ સામે 2 નવેમ્બર, 1984ના રોજ કરફ્યુનું ઉલ્લંઘન કરી હિંસા ભડકાવાનો પણ આરોપ હતા. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક

95ના થયા હતા મોત
શીખ રમખાણો દરમિયાન થયેલી હિંસામાં ત્રિલોકપુરીમાં લગભગ 95 લોકોનાં મોત થયા હતા અને 100 જેટલા ઘરમાં આગ લગાવી દેવાઈ હતી. આ કેસમાં 95 લાશ મળી હોવા છતાં પણ એક પણ દોષીત સામે હત્યાની ધારામાં આરોપ નક્કી થયા ન હતા. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવતા આ કેસમાં જન્મટીપની સજા ફટકારી હતી. ન્યાયાધિશ એસ. મુરલીધર અને વિનોદ ગોયલની બેન્ચે સજ્જનકુમારને અપરાધિક ષડયંત્ર રચવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, કોમી એક્તા વિરુદ્ધ કૃત્ય કરવાના દેષીત ઠેરવ્યા હતા.

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More