Home> India
Advertisement
Prev
Next

Parliament Attack ની આજે 19મી વરસી, PM મોદીએ કહ્યું-'કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય નહીં ભૂલીએ'

સંસદ ભવન પર 2001માં થયેલા આતંકી હુમલા (Parliament Attack) ની આજે  19મી વરસી છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરીને હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓ પ્રત્યે પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 

Parliament Attack ની આજે 19મી વરસી, PM મોદીએ કહ્યું-'કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય નહીં ભૂલીએ'

નવી દિલ્હી: સંસદ ભવન પર 2001માં થયેલા આતંકી હુમલા (Parliament Attack) ની આજે  19મી વરસી છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરીને હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓ પ્રત્યે પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 

fallbacks

Farmers Protest: ખેડૂત આંદોલન પર હરિયાણાના DyCM નું અત્યંત મહત્વનું નિવેદન

પીએમ મોદીએ કર્યા શહીદોને યાદ
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આપણે 2001માં આજના દિવસે આપણી સંસદ પર કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ભૂલીશું નહીં. આપણે તે લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ. જેમણે પોતાની સંસદની રક્ષા કરતા પોતાના જીવ ગુમાવ્યા. ભારત હંમેશા તેમનો આભારી રહેશે. 

ગૃહમંત્રી અમિત શાહે કરી ટ્વીટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે 2001માં લોકતંત્રના મંદિર સંસદ ભવન પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં દુશ્મનો સામે બાથ ભીડીને પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરનારા માતા ભારતીના વીર સપૂતોને કોટિ કોટિ નમન કરું છું. કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા અમર બલિદાનનો હંમેશા ઋણી રહેશે. 

Farmers Protest: ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ, ઉગ્ર બની રહ્યું છે આંદોલન, જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાનું એલાન

સ્પીકર ઓમ બિરલાએ પણ આપી શ્રદ્ધાંજલિ
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ ટ્વીટ કરીને સંસદના શહીદોને પોતાની શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે વર્ષ 2001માં આજના જ દિવસે લોકતંત્રના મંદિર સંસદ ભવનની સુરક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા પોલીસકર્મીઓ તથા સંસદના કર્મચારીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ. તમારી નિષ્ઠા, શૌર્ય અને પરાક્રમ આપણને આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષના આપણા સંકલ્પને વધુ મજબૂત કરવાની પ્રેરણા આપતું રહેશે. 

સંસદ પર 13 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો હુમલો
જૈશ એ મોહમ્મદના 5 આતંકીઓએ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલો કરીને આખા દેશને સ્તબ્ધ કરી નાખ્યો હતો. હુમલા દરમિયાન સંસદનું શિયાળુ સત્ર ચાલુ હતુ. જો કે વિપક્ષી સાંસદોનો હોબાળાના કારણે બંને સદનોની કાર્યવાહી તે સમયે સ્થગિત થઈ ચૂકી હતી. તે વખતે સંસદ પરિસરમાં ઘૂસેલા આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 9 સુરક્ષાકર્મીઓ શહીદ થયા. આ બાજુ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો. હુમલા સમયે દેશમાં  ભાજપની અટલ બિહારી વાજપેયી સરકારનું શાસન હતું. 

સંસદનું સ્ટિકર લાગેલી કારમાં પરિસરમાં ઘૂસ્યા હતા આતંકીઓ
હુમલો કરનારા આતંકીઓ સંસદનું સ્ટિકર લગાવેલી કારમાં સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા. સ્ટિકર લાગેલુ હોવાના કારણે સુરક્ષામાં તૈનાત જવાનોને તેમના પર શક ગયો નહીં. ત્યારબાદ આતંકીઓ ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગયા અને ફાયરિંગની સાથે સાથે હાથગોળા પર વરસાવ્યા. અચાનક થયેલા આ હુમલાથી સુરક્ષાદળોમાં શરૂઆતમાં અફડાતફડી મચી ગઈ. પરંતુ ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહીમાં એક એક કરીને તમામ આતંકીઓને ઠાર કરાયા. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More