મુંબઈઃ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં બધા આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત 7 આરોપીઓને NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. આ કેસના બધા સાક્ષી પોતાના શરૂઆતી દાવાથી ફરી ગયા હતા. તેના કારણે કોઈને દોષી સાબિત કરી શકાયા નહીં. હવે આ કેસમાં કોર્ટના ચુકાદા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે.
શું બોલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર
કોર્ટના ચુદાકા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યુ કે આ ભગવાની જીત છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોર્ટનો આ ચુકાદો મારી નહીં પરંતુ ભગવાની જીત છે. તેમણે કહ્યું કે માલેગાંવ બ્લાસ્ટ બાદ મારૂ જીવન બરબાદ થયું, મને અપમાનિત કરવામાં આવી, મને આતંકી બનાવી દેવામાં આવી.
Addressing the judge in the NIA Court, Sandhvi Pragya Singh says, "I said this from the very beginning that those who are called for investigation there should be a basis behind that. I was called by them for investigation and was arrested and tortured. This ruined my whole life.… https://t.co/GNyiAclNoF pic.twitter.com/zSxIYurGX0
— ANI (@ANI) July 31, 2025
કોર્ટે બધા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂરાવાના અભાવમાં બધા આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.
જજે ચુકાદામાં શું કહ્યું?
ATS અને NIA ની ચાર્જશીટમાં ઘણો તફાવત છે
ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે બોમ્બ મોટરસાઇકલમાં હતો.
પ્રસાદ પુરોહિત સામે એવો કોઈ પુરાવો નથી કે તેણે બોમ્બ બનાવ્યો અને સપ્લાય કર્યો. બોમ્બ કોણે મૂક્યો તે સાબિત થઈ શક્યું નથી.
ઘટના પછી નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા.
પુરાવા દૂષિત થયા છે.
ઘટના પછી, સ્થળ પર રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક લોકોએ પોલીસ દળ પર હુમલો કર્યો હતો.
તપાસ એજન્સીઓ એ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે કે બાઇક સાધ્વીની છે.
તપાસ એજન્સીઓ દાવો કરે છે કે બાઇક સાધ્વીની છે પરંતુ ફરિયાદ પક્ષ બાઇકનો ચેસિસ નંબર શોધવામાં નિષ્ફળ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે