Home> India
Advertisement
Prev
Next

Corona Update: રોજેરોજ તૂટી રહ્યાં છે રેકોર્ડ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, ચોંકાવનારા આંકડા

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજે ફરીથી એકવાર તમામ રેકોર્ડ તોડીને એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28,637 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 551 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 8,49,553 થયો છે. જેમાંથી 2,92,258 એક્ટિવ કેસ છે તથા 5,34,621 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 22,674 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Corona Update: રોજેરોજ તૂટી રહ્યાં છે રેકોર્ડ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજે ફરીથી એકવાર તમામ રેકોર્ડ તોડીને એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28,637 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 551 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 8,49,553 થયો છે. જેમાંથી 2,92,258 એક્ટિવ કેસ છે તથા 5,34,621 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 22,674 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

fallbacks

દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છેં જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 246600 કેસ નોંધાયા છે અને 10116 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ તામિલનાડુમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કોરોનાના કુલ 134226 કેસ નોંધાયા છે જ્યારે 1898 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કુલ 110921 દર્દીઓ જોવા મળ્યાં છે જેમાંથી 19895 એક્ટિવ કેસ છે જ્યારે 87692 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 3334 દર્દીઓના મૃત્યુ થયા છે. 

ગુજરાતમાં પણ સ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ 40941 દર્દીઓ જોવા મળ્યા છે અને 2032 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જ્યારે રાજ્યમાં હાલ 10260 એક્ટિવ કેસ છે અને 28649 લોકો ડિસ્ચાર્જ થયા છે. 

જુઓ LIVE TV

સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ 1,28,46,931 કેસ
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલો છે. વર્લ્ડોમિટરના આંકડા મુજબ વિશ્વભરમાં કોરોના વાયરસના કુલ 1,28,46,931 કેસ નોંધાયા છે. જ્યારે 5,67,731 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે રાહતની વાત એ છે કે 74,83,093 લોકો જીવલેણ વાયરસને માત આપીને સાજા થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More